e-PAN કાર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવવું?

ભારતના તમામ નાગરિકો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને તરત જ e-PAN કાર્ડ મેળવી શકે છે. e-PAN એ ભૌતિક પાન કાર્ડનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે, જે સોફ્ટ કોપીમાં આપવામાં આવે છે. તે પાન કાર્ડને ઍક્સેસ કરવા અને તેનો ઉપયોગ કરવાની એક સુરક્ષિત અને અનુકૂળ રીત છે, અને તેને ઓળખના માન્ય સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવે છે.

e-PAN કાર્ડ ઓનલાઈન કેવી રીતે મેળવવું?

તમારું e-PAN Card ઓનલાઈન મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો:

  1. સૌપ્રથમ પાન કાર્ડ ની ઓફીસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં કલીક કરો
  2. હવે ‘Instant E-PAN‘ ઓપ્શન પર ક્લિક કરો.
  3. ત્યારબાદ ‘Get New e-PAN‘ પર ક્લિક કરો.
  4. બોક્સ ખુલશે જેમાં ‘12 અંકનો આધારકાર્ડ નંબર‘ નાખો અને આપેલ ચેક બોક્સમાં ટીક માર્ક કરી ‘Continue‘ બટન પર ક્લિક કરો.
  5. OTP Validation‘ બોક્સ ખુલશે જેમાં સુચના વાંચી ટીક માર્ક કરી ‘Continue‘ બટન પર ક્લિક કરો.
  6. આધારકાર્ડ સાથે ‘રજીસ્ટ્રર મોબાઈલ નંબર‘ પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક ‘Continue‘ પર ક્લિક કરો.
  7. Validate Aadhaar Details‘ બોક્સ ખુલશે જેમાં માહિતી ચેક કરો અને કંડીશન સ્વીકારો અને ટીક માર્ક કરી ‘Continue’ પર ક્લિક કરો.
  8. Select & Update PAN Details‘ બોક્સ ખુલશે જેમાં ‘Successfully e-PAN‘ નો મેસેજ ડિસ્પ્લે થશે.

e-PAN Card નું સ્ટેટસ તપાસવા અથવા ડાઉનલોડ કઈ રીતે કરવું ?

e-PAN Card નું સ્ટેટસ તપાસવા અથવા ડાઉનલોડ કરવા માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે:

  1. સૌપ્રથમ પાન કાર્ડ ની ઓફીસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં કલીક કરો
  2. હવે ‘Instant E-PAN‘ ઓપ્શન પર ક્લિક કરો.
    હવે ‘Check Status / Download PAN‘ બોક્સમાં ‘Continue‘ પર ક્લિક કરો.
  3. 12 અંકનો આધાર કાર્ડ નંબર‘ નાખો અને ‘Continue‘ પર ક્લિક કરો.
  4. આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક કરી ‘Continue‘ પર ક્લિક કરો.
  5. બસ! તમે પાનકાર્ડનું સ્ટેટ્સ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો.

અન્ય માહિતી

ઈ-પાન કાર્ડ ઓનલાઈન મેળવવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment

error: Content is protected !!