IBPS Calendar 2025 Released : બેન્કમાં નોકરી કરવી હોય તો શરૂ કરી દો તૈયારી, IBPS ભરતી પરીક્ષા 2025નું કેલેન્ડર જાહેર

IBPS Calendar 2025 Released : બેન્કમાં નોકરી મેળવવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS)એ 2025માં યોજનાર ભરતી પરીક્ષાઓનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરી દીધું છે. આ સંભવિત કેલેન્ડરમાં RRB અને PSB માટે ઓનલાઈન CRPની પરીક્ષા તારીખ પણ આપેલ છે. જે ઉમેદવાર સંભવિત કેલેન્ડર જોવા અથવા ડાઉનલોડ કરવા માંગે છે, તે તેને IBPSની સત્તાવાર વેબસાઈટ ibps.in પર જોઈ શકે છે.

IBPS Calendar 2025 Released | IBPS ભરતી પરીક્ષા 2025નું કેલેન્ડર જાહેર

IBPS કેલેન્ડર અનુસાર, RRB ઓફિસર સ્કેલ 1 પ્રારંભિક પરીક્ષા 27 જુલાઈ, 2, 3 ઓગસ્ટે યોજાશે. ઓફિસ આસિસ્ટન્ટ પ્રારંભિક પરીક્ષા 30 ઓગસ્ટ, 6 અને 7 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. ઓફિસર સ્કેલ I, II અને III માટે મુખ્ય પરીક્ષા 13 સપ્ટેમ્બરે અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે 9 નવેમ્બરે પરીક્ષા યોજાશે.

IBPS Calendar 2025 Released : મહત્વપૂર્ણ તારીખો

પરીક્ષાનું નામપ્રિલિમ પરીક્ષા તારીખમુખ્‍ય પરીક્ષા તારીખ
RRB ઓફિસર સ્કેલ I27 જુલાઈ, 2, 3 ઓગસ્ટ 202513 સપ્ટેમ્બર 2025
RRB ઓફિસ આસિસ્ટન્ટ30 ઓગસ્ટ, 6 અને 7 સપ્ટેમ્બર 20259 નવેમ્બર 2025
IBPS PO/MT4, 5, 11 ઓક્ટોબર 202529 નવેમ્બર 2025
IBPS SO22 અને 23 નવેમ્બર 20254 જાન્યુઆરી 2026
IBPS ગ્રાહક સેવા સહયોગી6, 7, 13 અને 14 ડિસેમ્બર 20251 ફેબ્રુઆરી 2026

IBPS ભરતી પરીક્ષાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માત્ર ઓનલાઈન મોડ દ્વારા થશે. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા બંને માટે એક જ રજીસ્ટ્રેશન હશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે વેબકેમ કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી પોતાના લાઈવ ફોટો કેપ્ચર અને અપલોડ કરવી પડશે. વધુ માહિતી માટે આઈબીપીએસની સત્તાવાર વેબસાઈટ જોઈ શકો છો.

IBPS Calendar 2025 Released : કેલેન્ડર લિંક

IBPS 2025નું વાર્ષિક કેલેન્ડર જુઓ.

કેલેન્ડર જુઓClick Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!