JioPhone New Plan: શું તમે Jio યુઝર છો અને એક સસ્તા રીચાર્જ પ્લાનની શોધ કરી રહ્યા છો? તો તમારા માટે આવી ગયો છે ₹75 નો પ્લાન. આ પ્લાનમાં તમને મળશે પુરા 23 દિવસની વેલીડીટી. એટલું જ નહીં અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટ પણ મળશે.
Jio નો આ પ્લાન એવા લોકો માટે ખાસ ઉપયોગી છે જેઓ ઇન્ટરનેટનો ઓછો વપરાશ કરે છે. રૂપિયા 100 કરતા ઓછા રિચાર્જનો પ્લાન શોધી રહેલા મિત્રો માટે આ પ્લાન ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો જોઈએ આ પ્લાનમાં તમને કયા કયા બેનિફિટ મળશે?
75₹ ના પ્લાનની વિશિષ્ટતાઓ | JioPhone New Plan Benefits
75 રૂપિયાના આ પ્લાનની કુલ વેલીડીટી 23 દિવસની છે. આ પ્લાન માત્રને માત્ર JioPhone યુઝર માટે જ છે. દરરોજનું 100 MB ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ કરી શકાશે. આમ કુલ મળીને 2.5 GB ઇન્ટરનેટ આ પ્લાનમાં મળવાપાત્ર છે, ડેટા પૂરો થયા પછી ઇન્ટરનેટની સ્પીડ 64 kbps થઈ જશે. આ સાથે આ પ્લાનમાં 50 SMS પણ મળશે.
JioPhone New Plan | ₹75 ના આપલા નું રિચાર્જ તમે myjio એપ દ્વારા કે Google Pay અને Phonepe જેવા એપ દ્વારા પણ કરી શકો છો.
કયા ગ્રાહકોને થશે ફાયદો ? | JioPhone New Plan Benefits
જે પણ યુઝર ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે અને માત્ર કોલ માટે જ jiophone રાખે છે તેઓ માટે આ એક પરફેક્ટ પ્લાન છે. આ પ્લાનમાં મળતા અનલિમિટેડ કોલ નો લાભ ઉઠાવી શકે છે. સાથે સાથે આ પ્લાનમાં 23 દિવસ ની વેલીડીટી છે જે સીમકાર્ડ ચાલુ રાખવામાં પણ મદદ કરશે.
JioPhone New Plan 75₹ ના પ્લાન માં મળતા વધારાના લાભ
75 રૂપિયાના આ પ્લાનમાં કોલ, SMS અને ઇન્ટરનેટ સિવાય કેટલાક એપનું subscription પણ મફતમાં આપવામાં આવે છે. જેવા કે JioTV, JioCinema, JioCloud અને JioSecurity એપ પણ મફતમાં મળશે.
આ પ્લાન વિશેની વધુ માહિતી Jiophone માં MyJio એપ દ્વારા મેળવી શકો છો. jiophone નો વપરાશકર્તા મિત્રો Myjio એપ પર જઈ Recharge સેક્શનમાં આ પ્લાન વિશેની વધુ માહિતી મેળવી શકે છે. આ માહિતી તમારા બધા ગ્રુપમાં પણ મોકલો.