પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ખાતામાં મેળવવો હોય તો અત્યારે જ કરી લો આ કામ

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ ભારતભરના ખેડૂતો લઈ રહ્યા છે. આ યોજના થકી ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે. અત્યાર સુધી આ યોજનાના 17 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચુક્યા છે. 18મો હપ્તો પણ થોડા દિવસમાં જમા કરવામાં આવશે.

પીએમ કિસાન સમ્માન નિધિનો 18મો હપ્તો જમા થાય તે પહેલા તમારે એક જરૂરી કામ કરવાનું છે. આ પોસ્ટમાં તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

પીએમ કિસાન સમ્માન નિધિ શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતો ખેતીને લગતી જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ અન્ય કૃષિ સાધનો ખરીદી શકશે. પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જુલાઈ મહિનામાં જમા કરવામાં આવ્યો હતો.

પીએમ કિસાન સમ્માન નિધિનો 18મો હપ્તો ક્યારે આવશે?

આ યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે તે અંગે હાલ કોઈ સમાચાર નથી. પરંતુ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં 18મા હપ્તાના 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. આ અંગે કોઈ સત્તાવાર સમાચાર આવશે તો તમને અમારા દ્વારા જાણ કરવામાં આવશે.

શું છે અગત્યનું કામ? | PM Kisan ekyc

જે ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમણે પીએમ કિસાનની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજીઆત છે. ekyc પૂર્ણ ન કરેલા ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો જમા કરવામાં આવશે નહિ. PM Kisan ekyc કઈ રીતે કરવી તેના વિશેની માહિતી નીચે મુજબ છે:

  1. સૌથી પહેલા www.pmkisan.gov.in પર જાઓ.
  2. હવે Farmers Corner ના વિકલ્પ પર જાઓ અને eKYC નો વિકલ્પ પસંદ કરો.
  3. ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો.
  4. હવે Search બટન પર ક્લિક કરો.
  5. તમારા આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર OTP આવશે જે દાખલ કરો.
  6. OTP દાખલ કર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો.
  7. બસ! તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થશે.

જો ખેડૂતો ઈચ્છે તો તેમના નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને પણ eKYC કરી શકે છે.

આ પણ વાંચો: જો તમારા ખાતામાં 2000₹ ન આવતા હોય તો કરો આ કામ

Leave a Comment