પીએમ કિસાન સમ્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવી છે. અયોગ્ય લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે તેવા લોકોને અટકાવવા માટે સરકારે eKYC ફરજિયાત કરેલ છે. જે ખેડૂત eKYc નઇ કરાવે તે ખેડૂતના ખાતામાં 2000નો હપ્તો જમા કરવામાં નહિ આવે. e KYC કરવી ખૂબ જ સરળ છે, તમે જાતે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો.
PM Kisan e-kyc કેવી રીતે કરવી ?
PM Kisan e-kyc કરવા માટે નીચેના પગલાં અનુસરો.
- સૌપ્રથમ PM કિસાન ની વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- ત્યાં ekyc ઓપ્શન પર ક્લિક કરો
- પછી તમારો આધારકાર્ડ નંબર નાખો અને Search બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે.
- આ OTP નાખશો એટલે તમારી ekyc પૂર્ણ થઈ જશે.
અન્ય માહિતી
PM Kisan e-kyc કેવી રીતે કરવી તે વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
1 thought on “PM કિસાન યોજના ₹2000 મેળવવા માટે કરવી પડશે ekyc, જાણો કેવી રીતે કરશો ekyc”