સ્વરોજગારી યોજના દ્વારા આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ સ્ટેશનરી દુકાન ના હેતુ માટે ₹ 100,000 ની લોન આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે અને પગભર થઇ શકે.
સ્વરોજગારી યોજનાનો લાભ કોણ લઈ શકે?
સ્વરોજગારી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ:
- અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે)
- લાભાર્થીએ જે સ્ટેશનરીની દુકાન ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગેનો સ્ટેશનરીની મોટી દુકાનમાં અગર કોઇ બુક સેલરના ત્યાં કામ કર્યા નો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે
- અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
સ્વરોજગારી યોજના માં લાભાર્થીને કેટલો લાભ મળશે?
- આ યોજનામાં લાભાર્થીને રૂપિયા એક લાખ ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.
લાભાર્થી ફાળો
- આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો રહે છે.
સ્વરોજગારી યોજના માં વ્યાજનો દર કેટલો છે?
- સ્વરોજગારી યોજના માં વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨ ટકા દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે
સ્વરોજગારી યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો આપવામાં આવે છે?
- ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
- લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
સ્વરોજગારી યોજના માં અરજી ફોર્મ કોના દ્વારા મોકલવી?
- આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
- જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
સ્વરોજગારી યોજના નું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
- જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
- જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
ઉપર જણાવેલ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવું.
આદિજાતિ એટલે s.c ??
અનુસૂચિત જનજાતિ