આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું કરવું?

આધાર કાર્ડ બનાવવા માટે વ્યક્તિની જરૂરી માહિતી અને બાયોમેટ્રિક પુરાવાનો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરી માહિતીમાં વ્યક્તિનું નામ, જાતિ, સરનામું, જન્મ તારીખ વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે બાયોમેટ્રિક માહિતીમાં આઇરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ સ્કેન અને ફોટોગ્રાફનો સમાવેશ થાય છે. આધાર નોંધણી કેન્દ્રમાં જઈને તમે આધાર કાર્ડ માટે અરજી કરી શકો છે.

આધાર કાર્ડમાં નામ બદલવા માટેની 2 રીત છે; ૧ ઓનલાઈન અને ૨. ઓફ્લાઈન

આધાર કાર્ડમાં ઓનલાઈન નામ કેવી રીતે બદલવું?

તમારું આધાર નામ બદલવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ જાઓ
  2. update your Aadhaar‘ વિભાગ હેઠળ ‘My Aadhaar‘ શોધો ‘Update Demographics Data Online‘ પર ક્લિક કરો.
  3. Proceed to update Aadhaar’
    Next‘ પર ક્લિક કરો
  4. આગળ, તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો
  5. OTP માટે વિનંતી કરો અને તેને આપેલ જગ્યામાં આગળ Submit કરો
  6. Login‘ અને ‘Update demographics data’ પર ક્લિક કરો
  7. પછી ‘Name‘ અને ‘Proceed‘ પસંદ કરો
  8. આધાર નામ બદલવાની સાથે આગળ વધતા પહેલા નિયમો અને શરતો વાંચવાની ખાતરી કરો
  9. ફોર્મ ભરો, બધા જરૂરી પુરાવા અપલોડ કરો અને Submit કરો
  10. આધાર અપડેટ વિનંતી સબમિટ કર્યા પછી, 14-અંકનો URN જનરેટ થશે.

આધાર કાર્ડ ઑફલાઇનમાં નામ કેવી રીતે બદલવું?

તમારું આધાર નામ બદલવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. અધિકૃત આધાર નોંધણી કેન્દ્રમાં જાઓ
  2. ત્યાં આધાર અપડેટ ફોર્મ ભરો
  3. આધાર અપડેટ ફોર્મ, જરૂરી પુરાવા અને ફી આધાર સંચાલકને આપો.
  4. આપ્યા પછી, આધાર સંચાલક તમને એક પાવતી આપશે જેમાં URN નંબર હશે.
  5. URN નંબરનો ઉપયોગ આધાર કાર્ડની સ્થિતિ જાણવા માટે કરી શકાય છે

અન્ય માહિતી

આધાર કાર્ડમાં નામ બદલવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

1 thought on “આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું કરવું?”

Leave a Comment