Unified Pension Scheme | કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં UPS ને મંજૂરી આપવામાં આવી છે. આખા દેશના કર્મચારીઓ લાંબા સમયથી NPS સામે લડત કરી રહ્યા હતા ને OPS ની માંગ કરી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય કેબિનેટે નવી જ પૅન્શન સ્કીમ UPS ને મંજૂરી આપી છે.
અત્યારે કર્મચારીઓ માં UPS શું છે? UPS થી કોને ફાયદો થશે? કોણ UPS નો લાભ લઈ શકશે? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે અહીં અમે થોડી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.
શું છે UPS? | Unified Pension Scheme
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટે શનિવારે સરકારી કર્મચારીઓ માટે UPS એટલે કે Unified Pension Schemeને મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે પ્રેસ આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમથી કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને ફાયદો થશે. અને જો રાજ્ય સરકારો UPS પસંદ કરશે, તો લગભગ 90 લાખ કર્મચારીઓ ને ફાયદો થશે.
ટુંક માં OPS (old pension scheme) અને NPS (new pension scheme) ની જેમ જ UPS પણ પૅન્શન સ્કીમ છે જેનો સરકારી નોકરી ધરાવતા કર્મચારીઓ લાભ લઈ શકે છે. UPS નું પૂરુંનામ Unified Pension Scheme છે.
UPS ના મહત્વના મુદ્દા | Unified Pension Scheme Highlights
નિશ્ચિત પેન્શન: જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી છેલ્લા 12 મહિનાના બેઝિક પગારના સરેરાશ ના 50% જેટલી રકમ પેન્શન સ્વરૂપે મળશે.
જો કોઈ કર્મચારી 25 વર્ષથી ઓછી નોકરી કરે છે, તો તેને તેના નોકરીના પ્રમાણમાં ઓછું પેન્શન મળશે. જો કે, ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કરનાર દરેક કર્મચારીને UPS હેઠળ પેન્શન મળશે.
ઓછામાં ઓછું મળવાપાત્ર પૅન્શન: જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 10 વર્ષની નોકરી કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર મહિને ઓછામાં ઓછા રૂ. 10,000/- પેન્શન મળશે.
પરિવારને પણ મળશે પેન્શન: જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ પહેલા મળતી પેન્શનના 60% જેટલી રકમ પેન્શન સ્વરૂપે મળશે.
Inflation Indexation: નિશ્ચિત પેન્શન પર, નિશ્ચિત કુટુંબ પેન્શન પર અને સેવા આપતા કર્મચારીઓના કિસ્સામાં ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ (AICPI-W) પર આધારિત લઘુત્તમ પેન્શન મોંઘવારી રાહત
નોકરીના દરેક પૂર્ણ થયેલા છ મહિના માટે નિવૃત્તિની તારીખે તે માસિક વેતન (પગાર + મોંઘવારી ભથ્થું) ની 1/10મી હશે.
કોને મળશે UPS નો લાભ ?
હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ (NPS) કે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) બેમાંથી કોઈપણ એક પેન્શન સ્કીમમાં જોડાવાનો લાભ મળશે. કર્મચારી પોતાની મરજી પ્રમાણે NPS કે UPS ની પસંદગી કરી શકે છે.
આ પેન્શન સ્કીમ તે કર્મચારીઓને પણ લાગુ પડશે જેઓ 2004 થી NPS હેઠળ પહેલાથી જ નિવૃત્ત થયા છે. જો કે આ નવી સ્કીમ 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે, દરેક કર્મચારી જે અત્યાર સુધી NPS હેઠળ નિવૃત્ત થયા છે અને 31 માર્ચ, 2025 સુધી નિવૃત્ત થનારાઓ છે, તે પણ UPSના આ પાંચેય લાભો માટે પાત્ર બનશે. તેઓને જે કંઈ પણ રકમ મળી છે તેને સમાયોજિત કર્યા પછી તેઓને ભૂતકાળના એરિયર્સ મળશે.
ખાસ નોંધ: Unified Pension Scheme ની આ માહીતી મીડિયા અને ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે, આ માહિતીમાં કોઈ ક્ષતિ હોય તો Comment કરીને એમને જાણ કરશો.
Also Read: Google Pixel 9 Pro XL ની ધમાકેદાર એન્ટ્રી, iphone ને આપશે ટક્કર