VI ભારતમાં લોન્ચ કરશે 5G, Airtel અને Jio પણ જાહેર કરશે પોતાના 5G પ્લાન

ભારતમાં અત્યારે લોકો Jio ના અનલિમિટેડ 5G ટ્રાયલ પ્લાનની મજા માણી રહ્યા છે. એરટેલે પણ પોતાનું 5G નેટવર્ક ચાલુ કરી દીધું છે. આ બધાની વચ્ચે હવે વોડાફોન આઈડિયા એટલે કે VI નું 5G લોન્ચ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. Vi આગામી 6-7 મહિનામાં ભારતમાં તેની 5G સેવાઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

અત્યારે લોકો Airtel અને Jio માં 4G પ્લાનમાં જ 5G ની મજા માણી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આ બંને કંપની પણ પોતાના 5G પ્લાન લોન્ચ કરે તેવી પુરેપુરી શક્યતા છે.

VI આખરે ભારતમાં લોન્ચ કરશે 5G

Vi ના ચીફ એક્ઝિક્યુટિવ, અક્ષય મૂન્દ્રાએ 5G સેવાઓ શરૂ કરવા માટે Viની તૈયારી જણાવતા જણાવ્યું હતું કે, “અમે લગભગ 6 થી 7 મહિનામાં 5G સેવાઓ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.” જો કે, Vi ની 5G રોલઆઉટ પ્લાન વિશે ચોક્કસ વિગતો બાકી છે. તેમણે જાહેર કર્યું કે કંપની દેશમાં 5G રોલઆઉટ માટે તેની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ આપવા માટે ટેક્નોલોજી ભાગીદારો સાથે વાતચીત કરી રહી છે.

પરંતુ, એ ઉલ્લેખનીય છે કે તેના પ્રતિસ્પર્ધી Jio અને Airtel 5G રેસમાં ખૂબ આગળ છે. Jio એ તેનું દેશવ્યાપી 5G રોલઆઉટ પહેલેથી જ પૂર્ણ કરી લીધું છે, જ્યારે એરટેલે માર્ચ 2024 સુધીમાં દેશવ્યાપી 5G રોલઆઉટનું ટાર્ગેટ રાખ્યું છે.

આ સાથે, Vi એ Q3 2023 માં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, મુંબઈ અને કોલકાતા જેવા મુખ્ય પ્રદેશોમાં 3G સેવાઓ બંધ કરી છે. VI નાણાકીય વર્ષ 2025 સુધીમાં તેના 3G નેટવર્કને સંપૂર્ણપણે બંધ કરવાની પ્લાનિંગ કરી રહ્યું છે.

એરટેલ અને Jioના 5G પ્લાનની કિંમતો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે

એરટેલ અને રિલાયન્સ જિયો બંને 5G પ્લાનની કિંમતો જાહેર કરવાની આરે છે. જેના પરથી લાગે છે કે ટૂંક સમયમાં મફતમાં 5G ઓફર બંધ કરવામાં આવશે. જોકે બંનેમાંથી કોઈ પણ કંપનીએ આ વિશે સત્તાવાર પુષ્ટિ કરી નથી.

VI એક્ઝિક્યુટિવએ હમણાં જ સંકેત આપ્યો છે કે આવી જાહેરાતો ટૂંક સમયમાં જ થવી જોઈએ. આ સાથે તેમને જાહેર કર્યું કે Vi એ તેના 5G પ્લાનની કિંમતો સત્તાવાર લોન્ચ સમયે જાહેર કરશે. બાકીની વિગતો હાલમાં અજાણ છે.

Leave a Comment

error: Content is protected !!