છેલ્લા એક મહિનામાં આ 10 શેરોએ આપ્યું છે 80% સુધીનું રીટર્ન

આજે ભારતમાં દિવસેને દિવસે શેર માર્કેટનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો વધુને વધુ પ્રમાણમાં શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. ઘણા નવા આવેલા લોકો પણ ટૂંકા સમયગાળામાં સારું રીટર્ન મેળવી રહ્યા છે. આજે અમે તમને એવા 10 શેર વિશેની માહિતી આપવાના છીએ કે જેમણે માત્ર એક જ મહિનામાં રોકાણકરોને 80% સુધીનું રીટર્ન આપ્યું છે. આ શેરમાં મોટા ભાગના શેર ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ સેક્ટરના હતા.

શેર માર્કેટમાંથી સારું રીટર્ન મેળવવા માટે હમેંશા પ્રતિષ્ઠિત કંપનીના શેરમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી લાંબાગાળે પણ સારો નફો મળે.

આ 10 શેરોએ આપ્યું છે 80% સુધીનું રીટર્ન

1.IRFC (Indian Railway Finance Corporation): આ ફાઇનાન્સ સેક્ટરનો PSU સ્ટોક BSE 500 ઇન્ડેક્સમાં સૌથી વધુ નફો કરનાર શેર છે. IRFCના શેરનો ભાવ 31 જાન્યુઆરીએ 76% વધીને રૂ. 175 થયો હતો જે એક મહિના અગાઉ રૂ. 99.3 હતો. તેની હાલની માર્કેટ કેપ રૂ. 2.29 લાખ કરોડ છે.

2. રેલ વિકાસ નિગમ: આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર PSU સ્ટોક જાન્યુઆરીમાં 70% વધીને રૂ. 181.5 થી રૂ. 308 થયો હતો અને તેનું માર્કેટ વેલ્યુએશન રૂ. 64,281 કરોડ છે.

3. Infibeam Avenues: આ ફિનટેક સેક્ટરનો સ્ટોક જાન્યુઆરીમાં 64% વધીને રૂ. 35.1 થયો છે જે ડિસેમ્બરના અંતે રૂ. 21.4 હતો. તેની હાલની માર્કેટકેપ રૂ. 9,660 કરોડ છે.

4. Rites Ltd: આ શેરની કિંમત ડિસેમ્બરમાં રૂ.502.40 હતી જે વધીને જાન્યુઆરીના અંતે રૂ.743.25 થઈ હતી. આ શેરની માર્કેટ કેપ રૂ. 168.77 બિલીયન છે.

5. Sobha Ltd: આ શેરની કિંમત ડિસેમ્બરમાં રૂ.985.70 હતી જે વધીને ૩૧ જાન્યુઆરીએ રૂ.1447.75 થઈ હતી. આ શેરની માર્કેટ કેપ રૂ. 134.83 બિલીયન છે.

6. SJVN Ltd : Satluj Jal Vidyut Nigam શેરની કિંમત ડિસેમ્બરમાં રૂ.90.95 હતી જે વધીને ૩૧ જાન્યુઆરીએ રૂ.131.80 થઈ હતી. આ શેરની માર્કેટ કેપ રૂ. 501.32 બિલીયન છે.

7. IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ: ઈન્ફીબીમ પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અન્ય સ્ટોક IRB ઈન્ફ્રા આવે છે, તેના શેરની કિંમત એક મહિનામાં રૂ. 41.5 થી વધીને રૂ. 66.1 થઈ ગઈ છે. તેનું એમ-કેપ રૂ. 39,912 કરોડ છે.

8. NBCC (ભારત): રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક 31 જાન્યુઆરી, 2024ના રોજ રૂ. 129.4 પર પહોંચી ગયો, જે એક મહિના અગાઉ રૂ. 81.6 હતો. તેનું એમ-કેપ રૂ. 22,889 કરોડ છે. આ શેર 58% વધ્યો છે.

9. Oracle Financial Services Software (OFSS): OFSSના શેરનો ભાવ 55% વધીને રૂ. 6533 થયો છે અને આ IT પેઢી રૂ. 55,728 કરોડની માર્કેટ કેપ ધરાવે છે.

10. આલોક ઇન્ડસ્ટ્રીઝ: આ શેર રૂ. 21.3 થી રૂ. 52% વધીને રૂ. 32.5 થયો છે અને વર્તમાન એમ-કેપ રૂ. 15,695 કરોડ છે.

Leave a Comment