Drishti IAS ના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિએ કેટલા ટ્રાયે UPSC પાસ કરી હતી? કેટલામો હતો રેન્ક?

Drishti IAS ના સ્થાપક વિકાસ દિવ્યકીર્તિ સરને, આજના સમયમાં કોણ નથી જાણતુ? મારી જેમ તમે પણ એમના અવાજ અને નોલેજના ફેન હશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો ભાગ્યેજ કોઈ વિદ્યાર્થી હશે જે તમને ન જાણતો હોય.

અત્યારે તેઓ Drishti IAS ના ફાઉન્ડર છે. Drishti IAS એ UPSC ની તૈયારી કરાવતું ઇન્સ્ટિટ્યૂટ છે. વિકાસ દિવ્યકીર્તિ સરે પણ UPSC જેવી અઘરી પરીક્ષા પાસ કરી હતી. ચાલો જાણીએ તેમણે ક્યારે અને કેટલા ટ્રાય UPSC ની પરીક્ષા પાસ કરી ?

વિકાસ દિવ્યકીર્તિએ કેટલા ટ્રાયે UPSC પાસ કરી હતી?

અત્યારે UPSC ને ખુબ જ અઘરી પરિક્ષા તરીકે જોવામાં આવે છે, ત્યારે તે ડૉ. વિકાસ દિવ્યકીર્તિ માટે વાર્તાઓ જેટલી ભેદી છે. 4 જૂન, 1998ના રોજ, વિકાસ સરનું નામ UPSC પરિણામની યાદીમાં 384માં સ્થાને આવ્યું, આ સ્થાને તેમને Central Secretariat Service માં જોડાવાની તક આપી.

ગ્રેજ્યુએશન પૂરું કરી તેઓ પ્રિન્ટિંગના બિઝનેસમાં જોડાયા. આ સમય દરમિયાન તેઓ અલગ અલગ સિટીમાં જતા. તેમણે UPSC ની તૈયારીની શરૂઆત દિલ્હીમાં કરી હતી. પહેલા તેમણે History થી શરૂઆત કરી પરંતુ ત્યાર બાદ તેમણે વિષય બદલી Hindi Literature માં આગળ વધ્યા. જો કે, દિલ્હી યુનિવર્સિ‌ટીમાં એડમિશન ન મળ્યું, જેના કારણે તેઓએ ઝાકિર હુસૈન ઇવનિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

1996 સુધીમાં, દિવ્યકિર્તિ UPSC પાસ કરવાની તેમની મહત્વાકાંક્ષામાં મક્કમ હતા. તેમનો 384 રેન્ક સન્માનજનક હતો, પરંતુ તેમના મનમાં તો કઈક અલગ ચાલી રહ્યું હતું. Central Secretariat Service માં જોડાવાને બદલે તેમણે ફરીથી યુપીએસસીની તૈયારી કરવાનું શરૂ કર્યું. વધુ સારા પરિણામ માટે તેમણે વૈકલ્પિક વિષયને બદલીને સમાજશાસ્ત્ર પસંદ કર્યો.

તેમના અથાગ પ્રયત્નો છતાં, નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. તેના બીજા પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યા, જ્યારે ત્રીજા પ્રયત્નમાં ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા પરંતુ સિલેક્શન ના થયું. તેમના કાર્યકાળની શરૂઆત જૂન 1999 માં Central Secretariat Service સાથે જોડાઈ કરી. પરંતુ થોડા મહિના પછી જ રાજીનામું આપી દીધું.

અચાનક આપી દીધેલું રાજીનામું તેમના જીવનનો મોટો વળાંક હતો. વિકાસ સરે તેમનું ધ્યાન કોચિંગ તરફ રીડાયરેક્ટ કર્યું, એક એવું ક્ષેત્ર જ્યાં તેમનો અનુભવ અને આંતરદૃષ્ટિ ભવિષ્યના ઉમેદવારોને આકાર આપી શકે. 2003 માં UPSC નો એક છેલ્લો પ્રયાસ કરવા છતાં, તેઓ સિલેક્ટ થઈ શક્યા નહીં. પરંતુ તેની કારકિર્દીએ એક નવો માર્ગ શોધી લીધો.

વિકાસ દિવ્યકિર્તીનો UPSC માં કેટલામો રેન્ક હતો ?

વિકાસ સરે UPSC ની 1996 માં, પ્રથમ પ્રયાસમાં પાસ કરી અને એક વર્ષ સુધી ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં કામ કર્યું. આ પરીક્ષામાં તેમનો All India Rank 384 હતો.

આ પણ વાંચો : Jio નો સૌથી સસ્તો પ્લાન જેમાં મળશે 3 મહિના માટે અનલિમિટેડ કોલ અને ઈન્ટરનેટ માત્ર રૂ…

Leave a Comment

error: Content is protected !!