શેર માર્કેટમાં રોકાણ કરનાર માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અઠવાડિયે 25 કંપનીઓએ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીઓ ક્યારે અને કેટલા રૂપિયા ડિવિડન્ડ આપશે તેની પણ જાહેરાત કરી દીધી છે.
જો તમે આ કંપનીઓના શેરમાં રોકાણ કરેલ હશે તો તમને પણ ડિવિડન્ડ સ્વરૂપે નાણાં મળશે. આ કંપનીઓનું નામ, ડિવિડન્ડની રકમ અને તારીખનું લીસ્ટ અહી આપેલું છે.
ડિવિડન્ડ જાહેર કરનાર કંપનીઓનું લીસ્ટ
29 જાન્યુઆરી 2024 (સોમવાર)
- 360 વન લેફ્ટ લિમિટેડ – કંપની એક શેર પર 4.5 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે.
- Accelya Solutions India Ltd- એક શેર પર 25 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે.
- ગોવા કાર્બન લિમિટેડ – કંપનીએ એક શેર પર 10 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે.
- PCBL લિમિટેડ – આ કંપની પ્રતિ શેર 5.5 રૂપિયાના ડિવિડન્ડનું વિતરણ કરશે.
30 જાન્યુઆરી 2024 (મંગળવાર)
- ગોથી પ્લાસ્કોન (ઇન્ડિયા) લિમિટેડ- એક શેર પર 2 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.
- પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ લિમિટેડ- કંપની એક શેર પર 32 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે.
- સિમન્સ લિમિટેડ – કંપનીએ દરેક શેર પર રૂ. 10ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
31 જાન્યુઆરી 2024 (બુધવાર)
- મેટ્રો બ્રાન્ડ્સ – કંપની પાત્ર રોકાણકારોને 1 શેર પર રૂ. 2.75નું ડિવિડન્ડ આપશે.
- પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ – કંપનીએ દરેક શેર પર રૂ. 2નું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે.
- સૂરજ લિમિટેડ – કંપની 31 જાન્યુઆરીએ એક્સ-ડિવિડન્ડનો આપશે.
1 ફેબ્રુઆરી 2024 (ગુરુવાર)
- બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ – કંપની એક શેર પર 0.2 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.
- CESE લિમિટેડ – કંપનીએ દરેક શેર પર 4.5 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે.
- હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ – પાત્ર રોકાણકારોને રૂ. 3નું ડિવિડન્ડ આપવામાં આવશે.
- પુરવંકરા લિમિટેડ- કંપની એક શેર પર 6.3 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે.
- રૂટ મોબાઈલ લિમિટેડ – 1 શેર પર રૂ. 3નું ડિવિડન્ડ અહીં ઉપલબ્ધ થશે.
- ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – પાત્ર રોકાણકારોને 1 શેર પર 3 રૂપિયાનું ડિવિડન્ડ મળશે.
- વેન્ડટ (ઇન્ડિયા) લિમિટેડ- કંપની પાત્ર રોકાણકારોને એક શેર પર રૂ. 30નું ડિવિડન્ડ આપી રહી છે.
2 ફેબ્રુઆરી 2024 (શુક્રવાર)
- બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – એક શેર પર 4 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.
- કંટ્રોલ પ્રિન્ટ લિમિટેડ – પાત્ર રોકાણકારોને 4 રૂપિયાનું ડિવિડન્ડ મળશે.
- ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડ – કંપનીએ શેર દીઠ રૂ. 1ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
- કેવલ કિરણ ક્લોથિંગ લિમિટેડ – કંપનીએ રૂ. 2નું વચગાળાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે.
- MRPL – કંપની એક શેર પર 1 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે.
- ઓબેરોય રિયલ્ટી લિમિટેડ – કંપની દ્વારા દરેક શેર પર રૂ. 2નું વચગાળાનું ડિવિડન્ડ આપવાનું રહેશે.
- શેર ઈન્ડિયા સિક્યોરિટીઝ લિમિટેડ – કંપનીએ 3 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે.
- ઝેન્સાર ટેક્નોલોજીસ લિમિટેડ – કંપની દરેક શેર પર 3 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે.
ખાસ નોંધ: આ રોકાણની સલાહ નથી, અમે શેરબજારમાં રોકાણ માટે સલાહ આપતા નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.