PVC Aadhar Card | આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે સૌથી જરૂરી પુરાવો છે. દેશ ના દરેક નાગરિકને આધાર કાર્ડ ફરજિયાત આપવામાં આવ્યું છે. આધાર કાર્ડના ઘણા ઉપયોગના કારણે તેને આપણી પાસે રાખવું ખૂબ જ અગત્યનું છે. તેથી સરકાર દ્વારા પ્લાસ્ટિક નું આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે.
જો તમારું આધાર કાર્ડ ફાટી ગયું હોય, ખરાબ થઈ ગયું હોય કે ખોવાઇ ગયું હોય તો તમે PVC Aadhar Card નો ઓર્ડર કરી શકો છો.
પ્લાસ્ટિક આધારકાર્ડના ફાયદા | PVC Aadhar Card Benefits
ખૂબ જ મજબૂત: પ્લાસ્ટિકનું આધારકાર્ડ કાગળના કાર્ડ કરતાં વધુ ટકાઉ બનાવે છે કારણ કે તેને નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે.
સુરક્ષિત: PVC Aadhar Card ડુપ્લિકેશન અને બનાવટી અટકાવવા માટે ઘણી સુરક્ષા સુવિધાઓ ધરાવે છે. આ તેને વધુ સુરક્ષિત બનાવે છે અને છેતરપિંડી અને માહિતી લીક થવાની શક્યતાઓને ઘટાડે છે.
પોર્ટેબલ: PVC Aadhar Card કદમાં નાના હોય છે અને વૉલેટ અથવા પર્સમાં સરળતાથી ફિટ થઈ શકે છે, તેથી સાથે લઈ જવા માટે વધુ અનુકૂળ છે.
ઓનલાઈન ચકાસણી: દરેક PVC Aadhar Card પર એક QR કોડ હોય છે જેનો ઉપયોગ ઓનલાઈન ઓળખ ચકાસણી માટે થઈ શકે છે. આનો અર્થ એ છે કે તેનો ઉપયોગ બેંકમાં ખાતું ખોલવા અને ટેક્સ રિટર્ન ભરવા જેવી ઑનલાઇન સેવાઓ માટે થઈ શકે છે.
પ્લાસ્ટિક આધાર કાર્ડનો ઓનલાઈન ઑર્ડર કેવી રીતે કરવો? | How To Order PVC AadharCard?
PVC Aadhar Card નો ઓર્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે :
- સૌપ્રથમ UIDAI ની ઓફિસિયલ વેબસાઇટ જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યારબાદ, ‘Order PVC AadharCard’ પર ક્લિક કરો
- પછી, તમારો 12 અંકનો આધાર નંબર અથવા 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
- હવે અહીં તમે સિક્યોરિટી કોડ દાખલ કરો અને પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.
- જો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ના હોય તો ‘My Mobile Number in not Registered‘ પર ક્લિક કરવાનું રહેશે. (આ પછી તમારા વૈકલ્પિક મોબાઇલ નંબર પર OTP આવશે જે તમારે આગળ દાખલ કરવાની જરૂર છે.)
- Terms and Conditions પર ક્લિક કરો.
- આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- બધી વિગતો ચકાસ્યા પછી Make Payment વિકલ્પ પર ક્લિક કરો.
- આ પછી, UPI, કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા 50/- રૂપિયા ફી ચુકવણી કરો.
- બસ! આટલું કર્યા બાદ, લગભગ ૧૫ દિવસમાં તમારું PVC Aadhar Card ઘરે આવી જશે.
પ્લાસ્ટિક આધારકાર્ડ ના ઓર્ડરનું Status કઈ રીતે ચેક કરવું? | Check PVC Aadhar Card Status
એક વાર ઑર્ડર કર્યા પછી, તમે કરેલ ઓર્ડર થઈ ગયો છે કે નહિ, તે ઓર્ડરનું Status ચેક કરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો:
- સૌથી પહેલા આ લીંક પર જાઓ અહીં કલીક કરો
- ત્યારબાદ, SRN નંબર અને સિક્યોરિટી કોડ દાખલ કરો.
- આગળ સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારા આધાર ઓર્ડરની સ્થિતિ બતાવશે.
PVC Aadhar Card FAQ
PVC AadharCard અને સાદા કાગળવાળા આધારકાર્ડ વચ્ચે શું ફરક છે ?
બંને આધારકાર્ડ વચ્ચે ખાસ કોઈ ફરક નથી. બંને આધારકાર્ડ સમાન રીતે માન્ય છે. પરંતુ Plastic Aadhar Card વધુ મજબૂત છે જેથી લાંબા સમય સુધી ટકી શકશે.
ઑર્ડર કર્યા પછી PVC AadharCard કેટલા દિવસમાં મળશે?
આ આધારકાર્ડ Speed Post દ્વારા તમારા સરનામા પર મોકલવામાં આવે છે. જેથી તમને 5 દિવસમાં જ આ આધારકાર્ડ મળી જશે.
PVC Aadhar Card માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
આ આધારકાર્ડ માટે ચૂકવવાના ચાર્જીસ રૂ. 50/- (જીએસટી અને સ્પીડ પોસ્ટ ચાર્જ સહિત) છે.