માનવ કલ્યાણ યોજના 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી Download કરો.

આ યોજના આર્થિક રીતે પછાત વર્ગોને પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વધારાના સાધનો આપવા માં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અગાઉની સ્વરોજગાર યોજનાની જગ્યાએ આ યોજના 11/09/95 થી શરૂ કરવામાં આવી છે.

આમાં સમાજના નબળા વર્ગના લોકો જેમની વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામીણ વિસ્તારો માટે ₹ 120,000/- સુધી અને શહેરી વિસ્તારો માટે ₹ 1,00,500/- સુધી છે, તેઓ ફેરિયા, શાકભાજી વિક્રેતા જેવા 27 વેપારમાં નાના વેપાર કેે ધંધા કરે છે. વ્યવસાય માટે જરૂરી સાધનો કેે ટૂલ સપોર્ટ વધારવા માટે તારીખ 11/09/18 ના ઠરાવો સાથે સમાવવામાં આવશે.

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના દ્વારા નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ કોને મળશે

  • ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ કયાંથી મળશે?

માનવ કલ્યાણ યોજનાનો લાભ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી મળવાપાત્ર છે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા કયા પુરાવા જોઇએ?

માનવ કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ પુરાવા જોઇએ.

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બારકોડેડ રેશન કાર્ડની પ્રમાણિત નકલ
  • ઉંમરનો પુરાવો
  • જાતિનો પુરાવો
  • ગ્રામ્યમાં બીપીએલ સ્કોર નંબર સાથે/શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડની નકલ/આવકનો દાખલો
  • ધંધાના અનુભવનો દાખલો
  • ચૂંટણી ઓળખપત્રની નકલ, આધાર કાર્ડની નકલ

માનવ કલ્યાણ યોજનામાં મળવા પાત્ર ટૂલકીટસના નામ

માનવ કલ્યાણ યોજનામાં ગરીબીને મળવા પાત્ર ટૂલકીટસના નામ નીચે ટેબલમાં આપેલ છે;

ક્રમ નં ટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લ્બર
૧૦ બ્યુટી પાર્લર
૧૧ ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧ર ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩ સુથારી કામ
૧૪ ધોબી કામ
૧પ સાવરણી સુપડા બનાવનાર
૧૬ દુધ-દહીં વેચનાર
૧૭ માછલી વેચનાર
૧૮ પાપડ બનાવટ
૧૯ અથાણાં બનાવટ
ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧ પંચર કીટ
૨૨ ફલોરમીલ
૨૩ મસાલા મીલ
૨૪ રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫ મોબાઇલ રીપેરીંગ
૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭ હેર કટીંગ (વાળંદ કામ)
  • સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો
  • માનવ કલ્યાણ યોજના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંપર્ક નંબરો : અહીં ક્લિક કરો
  • ફોર્મ માટે છેલ્લી તા. : 31/08/2024

માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું?

માનવ કલ્યાણ યોજના માં ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલાં તમે e-kutir.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. ત્યાં તમારે Registration કરવાનું રહેશે.
  3. પછી લોગીન કરીને તમામ વિગતો દાખલ કરો.
  4. છેલ્લે ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરો
  5. વધુ સમજપૂર્વક માહિતી માટે ફુલ PDF : અહી ક્લિક કરો.

માનવ કલ્યાણ યોજના માટે અગત્યની લિંક

સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ માટે : અહીં ક્લિક કરો
કેન્દ્રના સંપર્ક નંબરો માટે : અહીં ક્લિક કરો
ફુલ PDF માટે : અહી ક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો 
લૉગિન માટે : અહીં ક્લિક કરો 
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો
ઉપરની માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.

2 thoughts on “માનવ કલ્યાણ યોજના 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી Download કરો.”

Leave a Comment