પશુપાલક મિત્રો માટે ગુજરાત સરકારની પશુ વ્યાજ સહાય યોજના હેઠળ પશુની ખરીદી પર 12% સુધી વ્યાજ સહાય મળશે. જે પશુપાલક મિત્રો લોન લઈને નવા પશુ ખરીદવાનું વિચારી રહ્યા છે અથવા પહેલેથી કોઈ લોન લીધેલ છે તેમના માટે આ યોજના સહાયક બનશે.
આ યોજના હેઠળ એક થી વીસ દુધાળા પશુઓની ખરીદી માટે લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે. પશુ ખરીદી વ્યાજ સહાય યોજના અંગેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.
પશુ વ્યાજ સહાય યોજના
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની સાથે પશુપાલન આજે ગૌણ વ્યવસાય ની જગ્યાએ મુખ્ય વ્યવસાય બની ગયો છે. આવા સંજોગોમાં નાના ખેડૂતો કે પશુપાલકોને પશુપાલન વ્યવસાય વધારી પોતાની આવકમાં વધારો કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોએ પશુ ખરીદી માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ છે આપવામાં આવે છે.
પશુ લોન વ્યાજ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો, ખેત મજુર, નાના સીમાંત ખેડુત, જમીન વિહોણા અને માલધારી, શિક્ષિત બેરોજગાર કે પશુપાલકો લઈ શકે છે.
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય જે તે લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.
પશુ ખરીદી વ્યાજ સહાય યોજના માટે પાત્રતા
- આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યના હોવો જોઈએ.
- પશુપાલકે 1 થી 20 જેટલા દુધાળા પશુઓની ખરીધી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન લોન લીધેલ હોય.
- લાભાર્થી પાસે જમીન, પશુઓ તથા પાણીને સવલત હોવી જોઈએ.
- લાભાર્થી આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલી હોવી જોઈએ.
પશુ વ્યાજ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
પશુપાલકના યોજના થકી કોઈ લોન આપવામાં આવતી નથી પરંતુ પશુપાલન કે લીધેલ લોન પર વ્યાજ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પશુપાલકે ખરીદેલ ૧ થી ૨૦ દુધાળા પશુઓ માટે લીધેલ લોન પર 12% સુધીની વ્યાજ સહાય આપવામાં આવે છે.
દૂધાળા ૫શુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનીટ કોસ્ટ અથવા બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હોય તે રકમના વાર્ષિક વ્યાજના મહત્તમ ૧ર% સુધી, ૧ થી ૨૦ ગાય-ભેંસના એકમ માટે વ્યાજ સહાય આપવામાં આવે છે.
પશુઓ માટે નાબાર્ડ દ્વારા ૨૦૧૮-૧૯થી નિયત કરેલ યુનિટ કોસ્ટ નીચે મુજબ છે:
- જાફરાબાદી ભેંસ – રૂ. ૭૦,૦૦૦
- બન્ની ભેંસ – રૂ.૭૦,૦૦૦
- સુરતી ભેંસ – રૂ.૪૦,૦૦૦
- મહેસાણી ભેંસ – રૂ.૬૫,૦૦૦
- ગીર ગાય – રૂ.૬૦,૦૦૦
- કાંકરેજગાય – રૂ. ૪૦,૦૦૦
- એચ.એફ. સંકર ગાય – રૂ. ૬૦,૦૦૦
- જર્શી સંકર ગાય – રૂ.૪૫,૫૦૦
- એન. ડી. ભેંસ – રૂ.૪૦,૦૦૦
- એન. ડી. ગાય – રૂ ૨૦,૦૦૦
પશુ ખરીદી વ્યાજ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
- અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- અરજદારનો મોબાઈલ નંબર
- જાતિનો દાખલો
- રેશનકાર્ડ
- 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડ
- બેંક ખાતાની પાસબુક
પશુ વ્યાજ સહાય યોજના માટેનું ફોર્મ કઈ રીતે ભરવું?
આ યોજના માટે પાત્રતા ધરાવતા લાભાર્થી i-khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ગ્રામ પંચાયત કે નજીકના CSC સેન્ટરની સંપર્ક કરી શકો છો.
આ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.