Ather 450 Apex Price અને Range જોઈને તમારા પણ હોંશ ઉડી જશે

Ather 450 Apex Price, Range : ભારતીય EV કંપની Ather પોતાની નવી Two Wheeler લોન્ચ કરી છે. અત્યારના સમયમાં બધા લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે, ત્યારે Ather 450 Apex એક ધમાકેદાર Two Wheeler છે. Warp+ સાથે આવતી આ સ્કુટરમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જે તેને Ather Apex કરતા વધુ પ્રભાવશાળી બનાવે છે.

EV નો વપરાશ જે રીતે વધી રહ્યો છે, તેવી રીતે નવી નવી કંપનીઓ પોતાના ઈલેક્ટ્રીક સ્કુટર અને બાઈક લોન્ચ કરી રહ્યી છે. દિવસેને દિવસે વધી રહેલી EV ની માર્કેટમાં Ather 450 Apex કેટલી જગ્યા બનાવશે?

Ather 450 Apex માં છે આ ખાસ Features

Ather ઇલેક્ટ્રિક વાહનો બનાવતી નામાંકીત કંપની છે. આ કંપનીની ત્રણ EV પહેલેથી જ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે Ather 450 Apex ઘણા નવા ફિચર્સ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે.

આ EV નું સૌથી હાઈલાઈટેડ ફીચર Warp+ મોડ છે, જેમાં આ EV માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 40 સુધીની સ્પીડ મેળવી શકે છે.

ડિઝાઇન વાઈઝ જોવામાં આવે તો Ather 450 Apex તેના પાછળના મોડલ Ather 450s જેવી જ છે. પરંતુ તેને સાઈડમાં આપેલ ટ્રાન્સપરન્ટ પેનલ તેને વધુ આકર્ષક અને સુંદર બનાવે છે. સાથે તેનો નારંગી રંગ દેખાવમાં અત્યંત મોહક લાગે છે.

અન્ય EV કરતા Ather 450 Apex કનેક્ટિવિટીની બાબતમાં ખૂબ જ અલગ પડે છે, સ્માર્ટ ફોન કનેક્ટિવિટી, ડેશબોર્ડ ઓટો બ્રાઇટનેસ, ફોટો ઇન્ડિકેટર જેવા નાના નાના ફિચર્સ તેને અલગ બનાવે છે.

બેટરી અને ચાર્જિંગ સમય

આ નવી દમદાર EV 3.7kWh બેટરી સાથે 7kWની મોટર ધરાવે છે. પાણી અને ધૂળ સામે IP67 પ્રોટેક્શન પણ છે, જે તેને વધુ ટકાઉ બનાવે છે.

વાત કરીએ ચાર્જીંગ સમયની તો 0 થી 80% ચાર્જ થવા માટે 4 કલાક 30 મિનિટ નો સમય લાગે છે, જયારે 0 થી 100% સુધી પૂર્ણ ચાર્જ થવા માટે 5 કલાક 45 મિનિટ નો સમય લે છે.

Ather 450 Apex Range

કોઈપણ ઈલેક્ટ્રીક વાહન ખરીદતા પહેલા સૌથી વધારે ધ્યાન આપવા જેવી બાબત તેની રેન્જ છે. એક વખત ચાર્જ કર્યા પછી તે વાહન કેટલા કિલોમીટર સુધી ચાલશે? તે જાણવું સૌથી અગત્યનું છે. અલગ અલગ પાંચ મોડ ધરાવતી આ EV મોડ પ્રમાણે રેન્જ આપે છે. કંપની દ્વારા 157km ની Certified Range નો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે True Range 110km દર્શાવવામાં આવી છે.

પાંચ મોડમાં સૌથી વધુ SmartEco મોડમાં 110km ની રેન્જ આપે છે. જ્યારે અન્ય 4 મોડ Eco માં 110km, Ride માં 95km, Sports માં 90km અને Warp+ મોડમાં 75km ની રેન્જ આપે છે.

Ather 450 Apex Price

હવે વાત કરીએ સૌથી અગત્યની બાબત એટલે કે કિંમત વિશે. Ather 450 Apex Ex Showroom કિંમત રૂ.1,89,000 છે.

Ather 450 Apex વિશેની તમારો શું મંતવ્ય છે? શું તમે ₹.1,89,000 માં EV ને ખરીદશો? અમને Comment માં લખીને જરૂરથી જણાવશો.

Leave a Comment