Upcoming TATA Group IPO : પૈસા તૈયાર રાખજો આવી રહ્યા છે ટાટા ગ્રુપના આ 4 IPO

શું તમે ફાયદો અપાવે તેવા IPO શોધી રહ્યા છો? તો તમારા માટે ખુશ ખબર છે. આ વર્ષે TATA ગ્રુપના 4 IPO લોન્ચ થવાના છે. સારા IPO ની શોધ કરી રહેલા મિત્રો માટે આ વર્ષ ખુબ જ સારું જવાનું છે.

વર્ષ 2023 ના નવેમ્બર મહિનામાં લોન્ચ થયેલ Tata Technology ના IPO એ આપેલ રીટર્નથી તમે પરિચિત જ છો. ₹475 થી ₹500 ની કિંમતમાં સબ્સ્ક્રાઇબ થયેલા એ IPO એ ખૂલતાની સાથે લોકોને 140% નું રિટર્ન આપ્યું હતું. ₹500 નો એક શેર લોકોએ ₹1200 માં વેચી પોતાના પૈસા ડબલ કરી લીધા હતા.

આ વર્ષ પણ TATA ગ્રુપ તરફથી 4 IPO લોન્ચ થવાના છે, ચાલો તેમના વિશે વિગતે માહિતી મેળવીએ.

Tata Capital IPO : 2024 માં લોન્ચ થનાર ટાટા ગ્રુપ નો પહેલો IPO

2024 માં TATA ગ્રુપનો સૌપ્રથમ લોન્ચ થનાર IPO TATA Capital છે. આ કંપની tata sons limited ની પેટા કંપની છે, જેની 2007માં સ્થાપના કરવામાં આવી હતી. તે લોન, રોકાણ સલાહકાર અને વીમા સહિત નાણાકીય ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

ટાટા કેપિટલ તેની શરૂઆતથી નફામાં છે અને હાલમાં તેની પાસે ₹ 1,20,940 કરોડની લોન બુક છે, જેમાં સુરક્ષિત લોનની ટકાવારી 76% છે. તેની ભારતમાં 438 શાખાઓ છે, જેના દ્વારા 3.3 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન, કંપનીએ તેનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો ₹2,975 કરોડ નોંધાવ્યો હતો, જે 80% ની તીવ્ર વૃદ્ધિ દર્શાવે છે.

Tata Play IPO : ટાટા ગ્રુપનો બીજો IPO

ટાટા પ્લે 2006 માં શરૂ કરવામાં આવી હતી. Tata Play જે અગાઉ Tata Sky તરીકે જાણીતું હતું. તે એક TV DTH અને OTT પ્રોવાઇડર કંપની છે. માર્ચ 2023 સુધીમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર, ટાટા પ્લેએ 21.3 મિલિયન સબ્સ્ક્રાઇબર્સને સેવા આપી છે, જે ભારતમાં કુલ DTH વપરાશકર્તાઓના 32.65% છે.

વાત કરીએ કંપનીના પાછળના વર્ષોના નફા-નુકસાનની તો, TATA Play એ નાણાકીય વર્ષ 2023 માં 105 કરોડ નું નુકસાન કર્યું છે જ્યારે 2022 માં 68.5 કરોડનું નફો કર્યો હતો.

ટાટા પ્લે IPO સિંગાપોરના ટેમાસેક હોલ્ડિંગ્સ, ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને વોલ્ટ ડિઝની સહિતના રોકાણકારો દ્વારા શેરના વેચાણ થી આશરે 2,000-2,500 કરોડનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય છે. આ બધા રોકાણકારો સામૂહિક રીતે ટાટા પ્લેમાં 37.8% ઇક્વિટી હિસ્સો ધરાવે છે.

SEBI દ્વારા TATA Play ને IPO લોન્ચ કરવાની પરવાનગી માર્ચ 2023માં મળી ગયેલ છે. પરંતુ મેનેજમેન્ટમાં ખામીને કારણે IPO કરવામાં વિલંબ થયો છે, જે આ વર્ષે લોન્ચ થશે.

Tata Autocomp Systems: ટાટા નો ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીઝ IPO

હવે વાત કરીએ, ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ (TACO) to, તે1995 માં સ્થાપિત કરવામાં આવી હતી. આ કંપનીમાં ટાટા સન્સ દ્વારા સીધી હોલ્ડિંગ સાથે ટાટા ગ્રૂપની સંસ્થાઓની સંપૂર્ણ માલિકી છે. ટાટા સન્સ લગભગ 21% TACO ની માલિકી ધરાવે છે, જ્યારે બાકીની ટાટા ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.

આ કંપની પાસે ભારત, ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા, યુરોપ અને ચીનમાં ફેલાયેલી 51 ઉત્પાદન સુવિધાઓ છે. તે મુખ્યત્વે “AUTOCOMP” બ્રાન્ડ નામ હેઠળ પેસેન્જર અને કોમર્શિયલ વાહન ઉત્પાદકોને ઓટો પાર્ટ્સ અને ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને સપ્લાયમાં સામેલ છે.

Tata Autocomp Systems ની આવક 2023 માં 2022 ની સરખામણીએ રૂ.7,133 કરોડથી 56.5% વધીને રૂ. 11,170 કરોડ થઈ. એ જ રીતે, નફો 2022 માં રૂ. 466.3 કરોડથી વધીને 2023 માં રૂ. 783 કરોડ થયો.

Tata Advanced Systems IPO : ટાટા ગ્રુપ તરફથી ચોથો IPO

વર્ષ 2007 માં સ્થાપિત, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL) એ ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. આ કંપની એરોસ્પેસ અને સંરક્ષણ સાધનો બનાવે છે. જેમાં લશ્કરી વાહનો, રડાર, મિસાઈલ અને માનવરહિત હવાઈ વાહનોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં, ટાટા મોટર્સ તેના સંરક્ષણ વ્યવસાયના ભાગ રૂપે TASL ની માલિકી ધરાવતી હતી, પરંતુ બાદમાં સંરક્ષણ વ્યવસાયને અલગ કરી દીધો, અને TASL હવે ટાટા સન્સની સીધી માલિકીની કંપની છે.

Tata Advanced Systems વિશ્વની અગ્રણી એરોસ્પેસ કંપનીઓ સાથે પાર્ટનરશિપ ધરાવે છે. Airbus જેવી દિગ્ગજ કંપનીઓ સાથે જોડાણ કરીને, TASL નવા શસ્ત્રો બનાવીને અને સપ્લાય ચેઈનને વિસ્તૃત કરીને ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવે છે. તેઓ ભારતની પોતાની વતન સ્પેસ ટેક બનાવવા માટે સ્પેસ ટેક લીડર સેટલોજિક સાથે પણ ભાગીદારી કરી રહ્યા છે.

નાણાકીય વર્ષ 2023 માં, Tata Advanced Systems એ રૂ. 3,527 કરોડની આવક કરી જે પાછલા વર્ષ કરતાં 15.7% વધુ છે. કંપનીનો નફો 2023 માં રૂ. 25.46 કરોડથી વધીને રૂ. 34.73 કરોડ થયો છે.

નિષ્કર્ષ

વર્ષ 2023 માં લીસ્ટ થયેલા 60 થી વધુ IPO માં, Tata Technologies એ પહેલાં દિવસે જ 162.6% નું રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. હવે જોવાનું રહ્યું કે, ટાટા ગ્રુપના આ 4 IPO રોકાણકારોને કેટલો નફો આપી શકે છે.

Leave a Comment