ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાનો સમય આવે એટલે આપણા મગજમાં ચિંતા જ ભરાઈ જતી હોય છે. ચિંતા એ વાતની હોય છે કે આપણે કયા એજન્ટ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ લેવાનું! આપણને પ્રોસેસ તો ખબર હોતી નથી અને આપણે એજન્ટ ને રાખ્યો છે તો એ એજન્ટ પ્રોપર આ બધી એપ્લિકેશન કરશે કે એમાં આ બધી માહિતી પ્રોપર હશે કે નહીં તે આપણી પાસે લાયસન્સ આવે ત્યારે જ ખબર પડતી હોય છે, આ બધી ચિંતામાં આપણ ફૂલ કન્ફ્યુઝન હોઈએ છીએ. તો ચાલો અમે તમને જણાવીશું કે આ ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સની ઓનલાઇન અરજી કઈ રીતે કરવી.
સૌથી પહેલા આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પાત્રતા વિશે જાણીશું;
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે પાત્રતા
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ ધરાવતા હોવા જોઈએ:
- 16 વર્ષનો કોઈપણ વ્યક્તિ હોય એ ટુ વ્હીલર નું એટલે કે ગિયર વગર વ્હીલર નું પાકું લાયસન્સ મેળવી શકે છે.
- 18 વર્ષથી ઉપરના વ્યક્તિને ટ્રાન્સપોર્ટ વગર ના વ્હીલર જેમ કે; ગિયર વાળા, મોટર કાર, ટ્રેક્ટર અને સાથેના 2 પૈડાં માટેનું લાઇસન્સ મેળવી શકે છે.
- અન્ય બિન-પરિવહન વાહનો અને પરિવહન વાહનો માટે: વ્યક્તિએ 20 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. આ ઉપરાંત તે ધોરણ 8 પાસ હોવો જોઈએ અને તેને લાઇટ મોટર વાહન ચલાવવાનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ડ્રાઇવિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુેન્ટ
ડ્રાઇવિંગ લાયસન્સ નું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુેન્ટ નીચે મુજબ આપેલ છે:
- ઓળખનો પુરાવો (કોઈ પણ એક)
- પાસપોર્ટ
- ચુંટણી કાર્ડ
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- ઉંમરનો પુરાવો (કોઈ પણ એક)
- જન્મ નું પ્રમાણપત્ર
- શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC)
- સરનામાનો પુરાવો (કોઈ પણ એક)
- વીજળી બિલ
- બેંક સ્ટેટમેન્ટ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ અને સહી
- મેડિકલ પ્રમાણપત્ર
- લર્નર લાયસન્સ
ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવાના પગલાં નીચે મુજબ અનુસારો:
- સૌપ્રથમ તમે સારથી પરિવહન વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યાં, તમારે લર્નિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
- ત્યાર બાદ, અરજદારની વિગતો દાખલ કરો અને સબમિટ કરો
- પછી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ત્યાર પછી, ફોટો અને સહી અપલોડ કરો
- ફોટો અને સહી અપલોડ કર્યા પછી તમે LL ટેસ્ટ સ્લોટ બુકિંગ સિલેક્ટ કરો
- છેલ્લે ફી ની ચુકવણી કરી અને સબમિટ કરો
- બસ! તમારી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ની અરજી સબમિટ થઈ જશે.
આ ડ્રાઇવિંગ લાયસન્સ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
Job mate
Job mate
I want to two wheeler licence
લર્નિંગ લાઇસન્સ નંબર ક્યાંથી લાવાનો..??
https://gujaratima.com/learning-driving-licence/ આ લિંક પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવી