લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, જાણો સરળ રીતથી 

આપણા ઘરના દીકરા દીકરી નાનેથી મોટા થાય છે, જેમ જેમ મોટા થાય છે એમ-એમ આપણી ઉપર જવાબદારી વધતી જાય છે, એમાં પણ 16 વર્ષના થાય એટલે લર્નિંગ લાયસન્સ ની નવી જવાબદારી આપણી ઉપર આવી જાય છે. હવે કોઈપણ એજન્ટ પાસે આપણે જઈએ તો એ લોકો આપણી પાસેથી લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે 500 થી 1000 રૂપિયા લેતા હોય છે. ફક્ત 55 થી 85 રૂપિયામાં તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. અહીં લર્નિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવિશું તેની સંપૂર્ણ પ્રક્રિયા અમે તમને જણાવીશું

સૌથી પહેલા આપણે લર્નિંગ લાઇસન્સ માટે પાત્રતા વિશે જાણીશું;

લર્નિંગ લાઇસન્સ માટે પાત્રતા

લર્નિંગ લાઇસન્સ ઓનલાઇન મેળવવા માટેની પાત્રતા નીચે મુજબ ધરાવતા હોવા જોઈએ:

  • 16 વર્ષનો કોઈપણ વ્યક્તિ હોય એ ટુ વ્હીલર નું એટલે કે ગિયર વગર વ્હીલર નું પાકું લાયસન્સ મેળવી શકે છે.
  • 18 વર્ષથી ઉપરના વ્યક્તિને ટ્રાન્સપોર્ટ વગર ના વ્હીલર જેમ કે; ગિયર વાળા, મોટર કાર, ટ્રેક્ટર અને સાથેના 2 પૈડાં માટેનું લાઇસન્સ મેળવી શકે છે.
  • અન્ય બિન-પરિવહન વાહનો અને પરિવહન વાહનો માટે: વ્યક્તિએ 20 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ. આ ઉપરાંત તે ધોરણ 8 પાસ હોવો જોઈએ અને તેને લાઇટ મોટર વાહન ચલાવવાનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

લર્નિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુેન્ટ

લર્નિંગ લાયસન્સ નું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુેન્ટ નીચે મુજબ આપેલ છે:

  • ઓળખનો પુરાવો (કોઈ પણ એક)
    • પાસપોર્ટ
    • ચુંટણી કાર્ડ
    • પાન કાર્ડ
    • આધાર કાર્ડ
  • ઉંમરનો પુરાવો (કોઈ પણ એક)
    • જન્મ નું પ્રમાણપત્ર
    • શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC)
  • સરનામાનો પુરાવો (કોઈ પણ એક)
    • વીજળી બિલ
    • બેંક સ્ટેટમેન્ટ
    • આધાર કાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ અને સહી

લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરવાના પગલાં નીચે મુજબ અનુસારો:

  1. સૌપ્રથમ તમે સારથી પરિવહન વેબસાઇટ જાઓ અથવા અહીં ક્લિક કરો 
  2. ત્યાર બાદ, અરજદારની વિગતો દાખલ કરો અને સબમિટ કરો
  3. પછી, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  4. ત્યાર પછી, ફોટો અને સહી અપલોડ કરો
  5. ફોટો અને સહી અપલોડ કર્યા પછી તમે LL ટેસ્ટ સ્લોટ બુકિંગ સિલેક્ટ કરો
  6. છેલ્લે ફી ની ચુકવણી કરી અને સબમિટ કરો
  7. બસ! તમારી લર્નિંગ લાયસન્સ માટે ની અરજી સબમિટ થઈ જશે.

આ લર્નિંગ લાયસન્સ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

4 thoughts on “લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, જાણો સરળ રીતથી ”

  1. લર્નિંગ લાઇસન્સ કોઈ પણ જિલ્લા માંથી નીકળે કે જ્યા નું એડ્રેસ પ્રૂફ હોય તે જિલ્લા માંથી જ નીકળે?

    Reply

Leave a Comment