સ્કૂલ બેગના વજનને લઈને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્કૂલ બેગના વજનને કારણે નાના બાળકોના ખભામાં ઘણી વાર દુખાવો થાય છે અને શારીરિક રીતે થાકી જાય છે. બાળકો પરનો આ બોજ ઘટાડવા માટે સરકારે નવી શિક્ષણ નીતિમાં કેટલાક નિયમો બનાવ્યા છે.
આ નવી શિક્ષણ નીતિ અનુસાર, ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગનું વજન તેમના વજનના 10મા ભાગથી વધુ હોવું જોઈએ નહીં. દરેક શાળામાં એક ડિજિટલ વજનકાંટો રાખવામાં આવશે. જેનાથી દરેક વિદ્યાર્થીઓના બેગના વજનનું નિરીક્ષણ કરી શકાશે. આ નવી શિક્ષણ નીતિના અમલથી બાળકોને ઘણી રાહત મળશે.
પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક ના બાળકો માટેના નિયમો
આંગણવાડી/બાળ વાટિકા/પૂર્વ પ્રાથમિક શાળા (ઉંમર વર્ષ 3 થી 6) ના બાળકો માટેના નિયમ નીચે મુજબ આપેલ છેઃ
- નવી શિક્ષણ નીતિ મુજબ, પૂર્વ-પ્રાથમિક શાળાના બાળકો (10 થી 16 કિ.ગ્રા વજનવાળા બાળકો)એ તેમની સાથે સ્કૂલ બેગ રાખવાની જરૂર નથી.
પ્રાથમિક શાળામાં બાળકો (ઉંમર 6 થી 8) એટલે કે ધોરણ 1 અને 2 માટેના નિયમો નીચે આપેલા છે:
- ધોરણ 1 અને 2 માં ભણતા બાળકોનું વજન લગભગ 16 થી 22 કિ.ગ્રા હોય છે.
- તેમને માત્ર 1.6 થી 2.2 કિ.ગ્રા ની બેગ લઈ જવાની રહેશે.
6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણના બાળકો માટેના નિયમો
- 6ઠ્ઠા, 7મા કે 8મા ધોરણમાં ભણતા બાળકોનું અંદાજે વજન 20 થી 30 કિ.ગ્રા હોય છે.
- આ બાળકોને વધુમાં વધુ 2 થી 3 કિ.ગ્રાની બેગ શાળાએ લઈ જવાની રહેશે.
9મા અને 10મા ધોરણના બાળકો માટેના નિયમો
- ધોરણ 9 અને 10 માં ભણતા બાળકોનું અંદાજીત વજન 25 કી.ગ્રા થી 50 કી.ગ્રા સુધી નું હોય છે
- તેમને 2.5 થી 5 કિ.ગ્રા બેગ માં વજન લઈ જવાનું રહેશે.
આમ, નવી શિક્ષણ નીતિ ના નિયમ મુજબ સ્કૂલબેગનું વજન વિદ્યાર્થીના વજનના 10મા ભાગથી વધુ હોવું જોઈએ નહીં.
આ માહિતી અંગે કોઇ પણ મુંજવણ હોય તો Comment માં જણાવી શકો છો