ક્યાંક તમારા પાન કાર્ડ નો દૂરઉપયોગ તો નથી થયો ને? આ રીતે ચેક કરો

પાન કાર્ડ નો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. જેમ કે, બેંકમાં એકાઉન્ટ ખોલાવવું હોય, લોન લેવી હોય કે 50 હજારથી વધારે રકમનું ટ્રાન્જેકશન કરવું હોય. આથી, આપણા માટે પાન કાર્ડ ની સુરક્ષા રાખવી તે પણ ખૂબ જરૂરી છે. પાન કાર્ડ દુરુપયોગ ધીરે ધીરે વધી રહ્યો છે, ઘણી વખત નકલી લોન લેવાના સમાચાર પણ સામે આવે છે. આવું તમારી સાથે ન થાય તેના માટે તમારા પાન કાર્ડ ની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી ચેક કરવી જરૂરી છે. પણ તમને એવો વિચારતા હશો કે પાન કાર્ડ ની હિસ્ટ્રી કઇ રીતે ચેક કરવી? તો અમે ઓનલાઇન પાન કાર્ડ ની હિસ્ટ્રી કઇ રીતે ચેક કરવી તે તમને જણાવીશું;

પાન કાર્ડની હિસ્ટ્રી ઓનલાઇન કઇ રીતે ચેક કરવી?

તમારા પાન કાર્ડ નો ઉપયોગ ક્યાં થયો છે તેની હિસ્ટ્રી ઓનલાઇન ચેક કરવા નીચે મુજબ અનુસરો;

  1. તમે સૌપ્રથમ રિલેટેડ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  2. જે બાદ અહીં તમે રજીસ્ટ્રેશન કરો અને પછી લોગીન કરો.
  3. ત્યાં, માંગવામાં આવેલી બધી જ વિગતો દાખલ કરો.
  4. આ વિગતોમાં જન્મ તારીખ, ઇમેઇલ આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કાર્ડ નંબર નો પણ સમાવેશ થાય છે.
  5. આ બધી જ વિગતો દાખલ કાર્ય બાદ તમે દાખલ કરેલ મોબાઈલ નંબર અને ઈમેઇલ પર એક OTP આવશે,જેને દાખલ કરો.
  6. જે બાદ તમને તમારા પાનકાર્ડનો ક્રેડિટ સ્કોર અથવા ટ્રાન્જેક્શન હિસ્ટ્રી જાણવા મળી જશે.

સાયબર ઠગ દ્વારા તમારા પાનકાર્ડ નો દુરુપયોગ થાય તો શું કરવું?

જો તમારા પાનકાર્ડનો આવો કોઈ દુરુપયોગ થયો છે, તો તમે ઈન્ક્મટેક્સ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ incometax.intelenetglobal.com/pan/pan.asp પર જઈને ફરિયાદ દાખલ કરાવી શકો છો.

આ માહિતી અંગે તમને કોઇ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવી શકો છો.

Leave a Comment