Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

તમારું બાળક શાળાએ કેટલા કિલોની બેગ લઈ જાય છે? જાણો સરકારના નિયમ પ્રમાણે બેગમાં કેટલું વજન હોવું જોઈએ?

સ્કૂલ બેગના વજનને લઈને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્કૂલ બેગના વજનને કારણે નાના બાળકોના ખભામાં ઘણી વાર દુખાવો થાય છે અને શારીરિક રીતે થાકી જાય છે. બાળકો પરનો આ બોજ ઘટાડવા માટે સરકારે નવી શિક્ષણ નીતિમાં કેટલાક નિયમો બનાવ્યા છે.

આ નવી શિક્ષણ નીતિ અનુસાર, ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગનું વજન તેમના વજનના 10મા ભાગથી વધુ હોવું જોઈએ નહીં. દરેક શાળામાં એક ડિજિટલ વજનકાંટો રાખવામાં આવશે. જેનાથી દરેક વિદ્યાર્થીઓના બેગના વજનનું નિરીક્ષણ કરી શકાશે. આ નવી શિક્ષણ નીતિના અમલથી બાળકોને ઘણી રાહત મળશે.

પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક ના બાળકો માટેના નિયમો

આંગણવાડી/બાળ વાટિકા/પૂર્વ પ્રાથમિક શાળા (ઉંમર વર્ષ 3 થી 6) ના બાળકો માટેના નિયમ નીચે મુજબ આપેલ છેઃ

  • નવી શિક્ષણ નીતિ મુજબ, પૂર્વ-પ્રાથમિક શાળાના બાળકો (10 થી 16 કિ.ગ્રા વજનવાળા બાળકો)એ તેમની સાથે સ્કૂલ બેગ રાખવાની જરૂર નથી.

પ્રાથમિક શાળામાં બાળકો (ઉંમર 6 થી 8) એટલે કે ધોરણ 1 અને 2 માટેના નિયમો નીચે આપેલા છે:

  • ધોરણ 1 અને 2 માં ભણતા બાળકોનું વજન લગભગ 16 થી 22 કિ.ગ્રા હોય છે.
  • તેમને માત્ર 1.6 થી 2.2 કિ.ગ્રા ની બેગ લઈ જવાની રહેશે.

6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણના બાળકો માટેના નિયમો

  • 6ઠ્ઠા, 7મા કે 8મા ધોરણમાં ભણતા બાળકોનું અંદાજે વજન 20 થી 30 કિ.ગ્રા હોય છે.
  • આ બાળકોને વધુમાં વધુ 2 થી 3 કિ.ગ્રાની બેગ શાળાએ લઈ જવાની રહેશે.

9મા અને 10મા ધોરણના બાળકો માટેના નિયમો

  • ધોરણ 9 અને 10 માં ભણતા બાળકોનું અંદાજીત વજન 25 કી.ગ્રા થી 50 કી.ગ્રા સુધી નું હોય છે
  • તેમને 2.5 થી 5 કિ.ગ્રા બેગ માં વજન લઈ જવાનું રહેશે.

આમ, નવી શિક્ષણ નીતિ ના નિયમ મુજબ સ્કૂલબેગનું વજન વિદ્યાર્થીના વજનના 10મા ભાગથી વધુ હોવું જોઈએ નહીં.

આ માહિતી અંગે કોઇ પણ મુંજવણ હોય તો Comment માં જણાવી શકો છો

Leave a Comment