આદિજાતિના કાયદાના સ્નાતકોને ₹.૨૮,૮૦૦/- સહાય મળશે

આદિજાતિના કાયદા સ્નાતકોને આર્થીક સ્ટાઇપેન્ડ સહાય આપવાથી આ હરીફાઇના યુગમાં અન્ય વકીલોની સરખામણી માં સ્ટાઇપેન્ડ મેળવી જીવન ધોરણ ઉંચું લાવી શકે. અને પગભર થઇ શકે. અનુસુચિત જનજાતિના કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર ધંધો શરુ કરવા માટે લોન/સહાય (બીસીકે-૧૩૬) સને ૨૦૦૦-૦૧ થી સદર યોજના સરકારશ્રી દ્વારા કોર્પોરેશનને તબદીલ કરવામાં આવે છે.

આદિજાતિના કાયદાના સ્નાતકો માટે યોજના

આ યોજના હેઠળ આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ તરીકે આપવી જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકિલને પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦૦૦/- લેખે. બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/- લેખે. તેમજ ત્રીજા વર્ષે માસિક રૂ.૬૦૦/- પ્રમાણે કાયદાના સ્નાતકોને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે સિનિયર વકિલના હાથ નીચે તેઓ પ્રેકટીસ કરે છે તે સિનિયર વકિલને માસિક રૂ.૫૦૦/- લેખે, ત્રણ વર્ષ સુધી રૂ.૧૮,૦૦૦/- એલાઉન્સ તરીકે આપવામાં આવે છે .

લાયકાત અને પાત્રતા

આદિજાતિના કાયદાના સ્નાતકો માટે જરૂરી લાયકાત અને પાત્રતા નીચે મુજબ ધરાવતા હોવા જોઈએ;

  • અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
  • અરજદાર કાયદાના સ્નાતક હોવા જોઇએ. ૩. સીનીયર વકીલના હાથ નીચે પ્રેકટીસ કરતા હોવા જોઇએ.
  • સીનીયર વકીલના પ્રેકટીસનો ઓછામાં ઓછો. ૭ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • આવકની કોઇ મર્યાદા નથી.

કુલ ધિરાણ

  • ₹.૨૮,૮૦૦/-

ધિરાણ મર્યાદા

  • પ્રથમ વર્ષે માસિક રૂ. ૧૦૦૦/- લેખે રૂ. ૧૨૦૦૦/-
  • બીજા વર્ષે માસિક રૂ. ૮૦૦/- લેખે રૂ. ૯૬૦૦/-
  • ત્રીજા વર્ષે માસિક રૂ. ૬૦૦/- લેખે ૨. ૭૨૦૦ –
  • સીનીયર વકીલને માસિક રૂ. ૫૦૦/-લેખે ૩ વર્ષનું રૂ.૧૮૦૦૦/- નું એલાઉન્સ મળવાપત્ર છે.

લાભાર્થી ફાળો

  • આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી.

વ્યાજનો દર

  • વ્યાજની રકમ નીલ (શૂન્ય)

લોન પરત કરવાનો સમય ગાળો

  • સ્ટાઇપેન્ડ પરત કરવાનું રહેતું નથી.
  • મંજુર કરવામાં આવેલ સહાય /સ્ટાઇપન્ડ સીનીયર વકીલના પ્રમાણપત્રના આધારે છ માસિક ધોરણે ત્રણ વર્ષ સુધી (તાલીમના સમયગાળા દરમ્યાન) ચુકવવામાં આવે છે.

અરજી કોના દ્વારા મોકલવી?

  • આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નર આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.

અરજી મેળવવાનું સ્થળ

  • જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

આદિજાતિના કાયદાના સ્નાતકો વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવી શકો છો.

Leave a Comment

error: Content is protected !!