વિદ્યાર્થી માટે શિક્ષાઋણ યોજના, મળશે ₹5 લાખ સુધીની સહાય

આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના વિદ્યાર્થીઓને NSTFDC ની શિક્ષારૂણ યોજના હેઠળ લોન આપવાથી સારો અભ્યાસ કરી શકે, જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે.

શિક્ષાઋણ યોજના (શિક્ષણ લોન યોજના) ૨૦૨૩

આ યોજના હેઠળ ધોરણ-૧૨ પછી આદિજાતિના યુવક-યુવતિઓ માટે નર્સીંગ તેમજ એન્જીનીયરીંગ જેવા કોર્ષ માટે રૂ.૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-ની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

લાયકાત અને પાત્રતા

આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષાઋણ યોજના માં ફોર્મ ભરવા જરૂરી લાયકાત અને પાત્રતા નીચે મુજબ ધરાવતા હોવા જોઈએ;

  • અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
  • અરજદાર ભારતીય સરકારી સંસ્થા દ્વારા માન્ય કોલેજ/સંસ્થામાં પાત્ર અભ્યાસક્રમ માટેના પ્રવેશ માટે અરજદાર પસંદગી પમેલો/ પ્રવેશ સુનીશ્ચીત કરેલો હોવો જોઇએ.
  • લાભાર્થીની કૌટુમ્બિક આવક ગરીબી રેખા નીચેથી બેવડી કરતાં વધુ ના હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તાર માટે ૧૨૦૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૧૫૦૦૦૦/- થી વધતી ન હોય તેવા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે.
  • શિક્ષણના હેતુસર બીજા કોઇ સાધન દ્વારા અરજદારે બીજી કોઇ લોન લીધી ન હોવી જોઈએ
  • યુનીર્વસીટી ટ્રાન્ટ કમીશન/સરકાર/AICTE/ AIBMS/ ICMR_વગેરે માન્ય કોલેજો યુનિર્વસીટી ધ્વારા ભલાવવામાં આવતા એચઇડી સહિત વ્યાવસાયિક/ટેકનીકલ અભ્યાસક્રમો માટે આ લોન આપવામાં આવે છે.

કુલ ધિરાણ

  • ₹.૫,૦૦,૦૦૦/-

ધિરાણ મર્યાદા

  • વધુમાં વધુ રૂ. ૫ લાખની મર્યાદામાં લોન આપી શકાય છે.

લાભાર્થી ફાળો

  • આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી.

વ્યાજનો દર

  • વાર્ષિક ૬ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨,૫૦ ટકા દંડનીય વ્યાજ ચુકવવવાનું રહેશે.

લોન પરત કરવાનો સમય ગાળો

  • અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી અથવા નોકરી મળ્યા ના છ માસ બાદ આ બેન્કમાંથી જે વહેલું હશે ત્યારથી પાંચ વર્ષમાં ત્રિમાસિક હપ્તામાં ભરપાઇ કરવાની હોય છે.
  • લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષાઋણ યોજના માં જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • માતા-પિતાના આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
  • જે કોર્સ માટે અરજી કરી રહ્યા છો તેની માહિતી
  • ઉંમર દર્શાવતું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • માર્કશીટ
  • વિદ્યાર્થીના પાસબુક બેંકની
  • વિદ્યાર્થી નું આઈડી પ્રૂફ
  • એડ્રેસ પ્રુફ (Address Proof)
  • પાનકાર્ડ (PanCard)
  • આધાર કાર્ડ (Aadhar Card)

અરજી કોના દ્વારા મોકલવી?

  • આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.

અરજી મેળવવાનું સ્થળ

  • જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

NSTFDCની શિક્ષણ લોન યોજના ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

શિક્ષણ લોન યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવી શકો છો.

Leave a Comment