Ai વીડિયો કોલ સ્કેમ: સાવધાન! હવે વીડિયો કોલથી થઈ રહ્યો છે સ્કેમ, આ રીતે ઓળખો અસલી છે કે નકલી

તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેનો ચહેરો અને અવાજ તમે ઓળખો છો. પરંતુ આ બધું સારી રીતે જાણ્યા પછી પણ જો તમને ખબર પડે કે વીડિયો કોલ કરનાર વ્યક્તિ નકલી હતી તો? હવે તમે વિચારી રહ્યા હશો કે આવું કઈ રીતે થઈ શકે.

Ai વીડિયો કોલ સ્કેમ

Video Call Scam વિશે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીનગર રેન્જ એ ટ્વીટ કરીને જણાવ્યું કે, “નકલી વિડિયો કોલથી સાવધ રહો…સતર્ક રહો…સુરક્ષિત રહો…” (Beware of fake video call… stay alert… stay safe…). જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.

આજકાલ લોકો સામાન્ય રીતે તેમના પરિવાર, મિત્રો અથવા સહકાર્યકરો સાથે વાતચીત કરવા માટે વીડિયો કૉલનો વિકલ્પ પસંદ કરે છે. તમે જેની સાથે વાત કરી રહ્યાં છો તેનો ચહેરો અને અવાજ ઓળખો છો. પરંતુ આ બધું સારી રીતે જાણ્યા પછી પણ જો તમને ખબર પડે કે વીડિયો કોલ કરનાર વ્યક્તિ નકલી હતી તો? હવે તમે વિચારતા હશો કે આવું કઈ રીતે થઈ શકે.

હકીકતમાં, આજકાલ કેટલાક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં AIની મદદથી સ્કેમર્સ Ai વીડિયો કોલ સ્કેમ કરી રહ્યા છે અને તમારા પરિચિતોના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને તમને છેતરે છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ બધું કેવી રીતે ટાળી શકાય, છેવટે, કેવી રીતે ઓળખી શકાય કે સામેની વ્યક્તિ AI જનરેટેડ (નકલી) છે કે અસલી.

વીડિયો કૉલ દરમિયાન અસલી-નકલીની ઓળખ આ રીતે કરવી: આ માટે એક રીત છે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે વીડિયો કૉલ દરમિયાન તમારે વીડિયોને ધ્યાનથી જોવો પડશે. વીડિયો કૉલમાં, જો તમને એવું કંઈપણ અજુગતું જણાય કે જે તમે પહેલાં ક્યારેય ન જોયું હોય, જેમ કે વીડિયોનું કદ સામાન્ય વીડિયો કૉલ કરતાં ઓછું હોય કે વધુ, તમારે વીડિયોની ગુણવત્તા, કોઈપણ પ્રકારના વૉટરમાર્ક અથવા સંપર્ક વિગતોને ઓળખવાનો પ્રયાસ કરવો પડશે.

જો તમને આ ઉલ્લેખિત વસ્તુઓમાંથી એક પર પણ શંકા હોય, તો પછી કોઈપણ પ્રકારની વિગતો શેર કરવાનું અથવા કોઈપણ ટ્રાન્જેક્શન કરવાનું ટાળો. જે પણ ઓળખતા હોવ તેના ચહેરાનો ઉપયોગ કરીને Ai વીડિયો કોલ સ્કેમ આવ્યો હોય તો એકવાર તે વ્યક્તિને સામાન્ય કૉલ કરીને તેમની સાથે વાત કરો. ગભરાઈને ટ્રાન્જેક્શન અથવા વ્યક્તિગત વિગતો શેર કરી દેવી નહીં.

ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવીને કૌભાંડ ચાલી રહ્યું છે: AI-સંચાલિત ફેસ-સ્વેપિંગ ટેક્નોલોજી દ્વારા, સ્કેમર્સ વીડિયો કૉલ દરમિયાન તમારા નજીકના મિત્રો હોવાનો ઢોંગ કરે છે અને તમને લાખોનું ટ્રાન્જેક્શન કરવાનું કહે છે. પરંતુ તમારે આ કરવાનું ટાળવું પડશે અને ઉપર જણાવેલ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી પડશે. હાલમાં ચીનના બાઓટોઉમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે તેના સાચા મિત્રએ કોલ વિશે કહ્યું કે તેણે કોઈ કોલ કર્યો નથી, ત્યારે તે વ્યક્તિને આ કૌભાંડનો ખ્યાલ આવ્યો.

Leave a Comment

error: Content is protected !!