Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

વોટ્સએપનું નવું ફીચર બદલી દેશે તમારો ચેટ કરવાનો અંદાજ

વોટ્સએપ ઘણા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આથી તેને સોશિયલ મીડિયા એપ્સનો વિકલ્પ પણ બનાવી શકાય છે. હવે એક અહેવાલ મુજબ, WhatsApp એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. તેનાથી લોકોને પર્સનલ ચેટ અને ગ્રુપમાં મેસેજ પિન કરી શકાશે. વોટ્સએપ હવે ટેલીગ્રામ જેવું ફીચર લાવી રહ્યુ છે. ઘણા લોકો આ વિકલ્પ ની રાહ જોઈ રહ્યા છે. હવે એવું લાગી રહ્યું છે કે કંપની તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

વોટ્સએપના નવા ફીચરમાં ચૅટ અને ગ્રૂપમાં પિન કરી શકાશે

WhatsApp તેના Android 2.23.3.17 અપડેટ માં ટૂંક સમયની અંદર પિન ચેટ ફીચર લાવી રહ્યું છે. આ ફીચરની મદદથી તમે પર્સનલ ચેટથી લઈને ગ્રુપમાં મેસેજને પિન કરી શકશો. એટલે કે વોટ્સએપના આ ફીચરની મદદથી તમે ચેટિંગના જરૂરી મેસેજને પિન કરી શકશે જેથી તેને એક ક્લિકથી સરળતાથી જોઈ શકશો. એક અહેવાલ અનુસાર, WhatsApp આ ફીચરને વધુ સારી રીતે વિકસાવી રહ્યું છે.

જ્યારે વોટ્સએપના આગામી ફીચર્સને ટ્રેક કરતી સાઇટ WABetaInfo એ આ વિશેષતા વિશે વિગતવાર માહિતી આપી છે અને કહ્યું છે કે, WhatsApp એક નવી વિશેષતા વિકસાવી રહ્યું છે, જેનાથી યુઝર ચેટ્સમાં મેસેજ પિન કરી શકશે. તેથી વપરાશકર્તાઓ ઝડપી ઍક્સેસ માટે જરૂરી સંદેશાઓને પિન કરી શકે છે.

WhatsApp new feature
WhatsApp new feature

ખરેખર, મેસેજને પિન કરવાથી વપરાશકર્તાઓ માટે તેમની ચેટ ગોઠવવાનું અને ઝડપી ઍક્સેસ માટે જરૂરી મેસેજ ને જાહેરાત કરવાનું ખૂબ જ સરળ બને છે. એક રીતે જોઈએ તો આ ફીચર યુઝર્સ માટે કોઈ ખાસ મેસેજ હાઈલાઈટ કરવા માટે અગત્ય નું સાબિત થશે. વોટ્સએપનું ચેટ પિન ફીચર ઉપલબ્ધ કોન્ટેક્ટ પિન ઓપ્શનની જેમ જ કામ કરશે જે યુઝર્સને કોન્ટેક્ટ અને ગ્રૂપને પિન કરવાની મંજૂરી આપે છે. યૂઝરના મેસેજને હોલ્ડ કર્યા બાદ તેના પર ન્યૂ મેસેજ પિનનો ઓપ્શન મળશે.

અન્ય માહિતી

વોટ્સએપના નવા ફીચર વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment