અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર યોજના થકી મળશે ₹16,000 સુધીની સહાય

ગુજરાત સરકાર દ્વારા પશુપાલકો માટે વિવિધ યોજનાઓ જાહેર કરેલ છે. એવી જ એક યોજના છે અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર (સહાય) યોજના, જેના થકી પશુ કે મરઘાં બતક જેવા પક્ષીઓ માટે સહાય મળે છે.

રાજ્ય સરકારની આ યોજના થતી અકસ્માતે મૃત્યુ પામેલા પશુ કે મરઘા બતક માટે સહાય આપવામાં આવે છે. આ સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં આપવામાં આવે છે. આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે.

અકસ્માત ૫શુ મૃત્યુ વળતર યોજના

કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે. પશુઓ, મરઘા કે બતકમાં આવતા રોગ કે અન્ય કોઈ કારણસર પશુ મૃત્યુ પામે જ્યારે પશુપાલકને ખૂબ મોટું નુકશાન થતું હોય છે. ક્યારેક આવા સંજોગોમાં ગરીબ પશુપાલકોની રોજીરોટી છીનવાઈ જતી હોય છે. આવા સંજોગોમાં પશુપાલકો પોતાનો વ્યવસાય પુનઃ ચાલુ કરી શકે તે માટે આ યોજના વરદાન સ્વરૂપ સાબિત થાય છે.

૫શુઓમાં આવતાં અસાઘ્ય રોગચાળા એન્થ્રેક્ષ, બર્ડફલ્યુ તથા હડકવા અને પોઈઝનીંગ (ફુડ,સ્નેક બાઈટ, કેમીકલ પોઈઝનીંગ વિગેરે) માં રોગચાળા મહારોગચાળા સમયે ૫શુ-મરઘાં-બતક ના મૃત્યુ થતાં હોય છે.

અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર (સહાય) ચૂકવવાની યોજનાનો લાભ કોણ મેળવી શકે છે?

આ યોજનાનો લાભ દરેક પશુપાલક મિત્રો લઈ શકે છે, કે જેવું પશુ, મરઘા કે બતક પાળતા હોય.

આ યોજના થકી મળવાપાત્ર નાણાકીય સહાય સીધી જ પશુપાલકના બેંકખાતામાં જમા થાય છે.

અકસ્માત ૫શુ મૃત્યુ વળતર યોજના થકી મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ, ગાય, ભેંસ, બળદ, મરઘા, બતક કે અન્ય પશુના મૃત્યુ માટે મળવાપાત્ર સહાય નીચે મુજબ છે:

૫શુની વિગત વળતરની રકમ વળતર માટે કુટુંબ દીઠ મહતમ સહાય.
ગાય-૧ રૂા. ૧૬,૪૦૦/- ૨-પશુઓ માટે
ભેંસ-૧ રૂા. ૧૬,૪૦૦/- ૨- પશુઓ માટે
બળદ-૧ રૂા. ૧૫,૦૦૦/- ૨- પશુઓ માટે
પાડા-પાડી-વાછરડા-વાછરડી-૧ (છ માસથી ઉપરના) રૂા. ૧૦,૦૦૦/- ૨- પશુઓ માટે
ગદર્ભ, પોની અને ખચ્ચર-૧ રૂા. ૧૦,૦૦૦/- ૨- પશુઓ માટે
ઘેટાં-બકરાં (પુખ્ત વયના)-૧ રૂા. ૧,૬૫૦/- ૧૦૦- પશુઓ માટે
ઊંટ-ઘોડા (પુખ્ત વયના)-૧ રૂા.૧૫,૦૦૦/- ૨- પશુઓ માટે
મરઘાં-બતકાં- (પુખ્ત વયના)-૧ રૂા. ૩૭/- પ્રતિ પક્ષી ૪૦-પક્ષીઓ માટે (રૂા.૪૦૦/- ની મર્યાદામાં)

અકસ્માત ૫શુ મૃત્યુ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતી નજીકના પશુ દવાખાના ખાતે રૂબરૂ સંપર્ક કરી મેળવી શકાશે. અને પશુ ચિકિત્સા અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

અકસ્માત ૫શુ મૃત્યુ વળતર યોજના માટેનું ફોર્મ

આ યોજના માટેનું ફોર્મ રાજયની જે તે જીલ્લાની નાયબ – મદદદનીશ ૫શુપાલન નિયામકની કચેરીએથી તથા નજીકના ૫શુદવાખાના ખાતેથી મેળવી શકાશે.

આ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

 

2 thoughts on “અકસ્માતે ૫શુ મૃત્યુ વળતર યોજના થકી મળશે ₹16,000 સુધીની સહાય”

Leave a Comment