new voter ID cardઆપણા દેશમાં 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર છે. ચૂંટણી કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવો છે. 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે ચૂંટણી કાર્ડ ફરજિયાત છે. તે માન્ય ઓળખ કાર્ડ તરીખે ઉપયોગમા લેવાય છે. રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ એ વોટર હેલ્પલાઇન એપ્લીકશન દ્વારા નવું ચૂટણી કાર્ડ બનાવવા માટે એક નવી સુવિધા ઉપલબ્ધ કરી છે. આ આર્ટિકલમાં નવા ચૂટણી કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી તે અમે જણાવીશું
ચૂટણી કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?
તમારા મોબાઈલમાં ચૂટણી કાર્ડ માટે અરજી કરવા નીચે મુજબ પ્રક્રિયા અનુસરો:
- સૌ પ્રથમ, તમે વોટર હેલ્પલાઇન એપ્લીકશન ઇન્સ્ટોલ કરો. Android | iPhone
- પછી Skip Login કરો અને Explore પર ક્લિક કરો.
- ત્યાર બાદ, Apply Online (New) પર ક્લિક કરો.
- હવે New Voter Registation પર ક્લિક કરો.
- ત્યાં અરજદાર ની જન્મ તારીખ, રાજ્ય દાખલ કરો અને જન્મ તારીખ નો પુરાવો અપલોડ કરો.
- જો અરજી વખતે અરજદાર ની ઉંમર ૨૧ હોય તો Age Declaration form ભરી ને અપલોડ કરો
- પછી, Next પર બટન ક્લિક કરો અને અરજદારનો ફોટો અપલોડ કરો
- તમામ વિગતો ધ્યાન પૂર્વક ભરો. (જેમ કે, અરજદારનું નામ, અટક, મોબાઈલ નંબર અને ઇ-મેઇલ Id વગેરે.
- પછી કુટુંબના કોઈ પણ સભ્યનું નામ લખો અને ચૂંટણી કાર્ડ નંબર પણ દાખલ કરો.
- Next બટન પર ક્લિક કરો. પછી, અરજદારનું સરનામું દાખલ કરો અને રહેઠાણ નો પુરાવો અપલોડ કરો.
- ત્યાં Next બટન પર ક્લિક કરો એટલે Form Preview જોવા મળશે. અને તમામ વિગતો ધ્યાનથી ચેક કરીને Conform બટન પર ક્લિક કરો.
- છેલ્લે, રેફરન્સ નંબર જોવા મળશે તે નોંધી લેવો.તે નંબર થી ચૂટણી કાર્ડ ની સ્થિતિ ચેક કરી શકાશે.
ચૂંટણી કાર્ડ ની સ્થિતિ કેવી રીતે ચેક કરવી?
ચૂટણી કાર્ડ ની અરજી કર્યા પછી સ્થિતિ ચેક કરવા નીચે મુજબ પ્રક્રિયા અનુસરો:
- સૌ પ્રથમ, તમે વોટર હેલ્પલાઇન એપ્લીકશન ઇન્સ્ટોલ કરો. Android | iPhone
- પછી Skip Login કરો અને Explore પર ક્લિક કરો.
- ત્યાર બાદ, Status Of Application પર ક્લિક કરો.
- બસ! તમારા ચૂટણી કાર્ડ ની તમામ વિગતો જોવા મળશે.
અન્ય માહિતી
ચૂટણી કાર્ડ માટે અરજી કરવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.