રેશન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

રેશન કાર્ડ એ એક દસ્તાવેજ છે જે ભારતીય નાગરિકોની ઓળખના પુરાવા તરીકે ઉપયોગ થાય છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) અનુસાર રેશન કાર્ડનો ઉપયોગ વ્યાજબી ભાવે અથવા રાશનની દુકાનોમાંથી જરૂરી વસ્તુ ખરીદવા માટે થાય છે. રેશન કાર્ડ ઘણી કેટેગરીઓ આવે છે, જે વ્યક્તિની આવક મર્યાદા અનુસાર આપવામાં આવે છે.

ભારતનો કોઈપણ નાગરિક રેશન કાર્ડ માટે અરજી કરી શકે છે. કુટુંબમાં કુલ સભ્યોની સંખ્યાના પ્રમાણે રેશન કાર્ડ આપવામાં આવે છે.

રેશન કાર્ડ માટે અરજી બે રીતે કરી શકાય છે: 1. ઓનલાઇન અરજી અને 2. ઓફ્લાઈન અરજી

રેશન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

તમારા રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપે સ્ટેપ અનુસરો:

 1. સૌથી પહેલા તમે ડિજિટલ ગુજરાત પોર્ટલની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
 2. ત્યાર બાદ, Application for New Ration Card પર ક્લિક કરો.
 3. પછી નીચે apply online પર ક્લિક કરો. અને લોગિન કરો.
 4. હવે અરજદાર ની વ્યક્તિગત સાચી માહિતી ભરો.
 5. પછી ડોક્યુમેન્ટને અપલોડ કરો અને Submit કરો.
 6. વધુ detail માં માહિતી માટે અહી ક્લિક કરો.

તમારા રેશન કાર્ડ માટે ઓફલાઇન અરજી કરવા માટે નીચે આપે સ્ટેપ અનુસરો:

 1. અરજદાર એ અરજી ફોર્મ જે તે પુરવઠા વિભાગ ની તાલુકા કચેરી, મામલતદાર કચેરી અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરી માંથી મેળવી મેળવી લેવું.
 2. અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલની ઓફિસિયલ વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લેવું. અથવા અહીં ક્લિક કરો

રેશન કાર્ડના પ્રકાર

અહી રેશન કાર્ડ ના અલગ-અલગ પ્રકારો નીચે વિગત વાર માહિતી મુજબ આપેલ છે: 

 • ગરીબી રેખાની નીચે (BPL) રાશનકાર્ડ
 • નોન બીપીએલ
  • બીપીએલ રાશનકાર્ડ વાદળી / પીળો / લીલો / લાલ કાર્ડ છે જેના પર ખોરાક, બળતણ અને અન્ય માલસામાન પર સબ્સિડી મળે છે.
  • વ્હાઇટ રાશનકાર્ડ એવા લોકો માટે છે જેઓ ગરીબી રેખાથી ઉપર છે.

રેશન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ

નવા રેશન કાર્ડ માટે અરજી કરવા નીચે જરૂરી ડોક્યુમેન્ટ આપેલ છે:

 • ડ્રાઈવિંગ લાઈસન્સ
 • આધારકાર્ડ
 • કર્મચારી ઓળખ પત્ર
 • ચૂટણી કાર્ડ
 • પાસપોર્ટ
 • સરકાર દ્વારા આપવામાં આવેલ ઓળખ પત્ર

અન્ય માહિતી

રેશન કાર્ડ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment