ભારતના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. ચૂંટણી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે ચૂંટણી કાર્ડ હોવું ફરજિયાત છે. તેનો ઉપયોગ માન્ય ઓળખ કાર્ડ તરીકે થાય છે. વોટર પોર્ટલમાં એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જો તમે ચૂંટણી કાર્ડમાં તમારું સરનામું બદલવા માંગો છો, તો તમે તેને ઘરે બેઠા સરળતાથી બદલી શકો છો. અમે તમને ચૂંટણી કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું તેની સંપૂર્ણ માહિતી જણાવીશું.
ચુંટણીકાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું?
તમારા ચુંટણીકાર્ડમાં સરનામું બદલવા માટે નીચે મુજબ પ્રક્રિયા અનુસરો.
- સૌ પ્રથમ તમે મતદાર પોર્ટલ ની વેબસાઈટ પર જાઓ. અથવા અહી કલિક કરો
- ત્યાર બાદ Create an account પર ક્લિક કરો
- મોબાઈલ નંબર અને Email ID થી તમારું એકાઉન્ટ બનાવો
- પછી તમે ફરીથી લોગીન પેજ પર આવી ને લોગીન કરો.
- લોગીન કર્યા પછી તમે “Shifted to Other Place” પર ક્લિક કરો.
- ક્લિક કર્યા પછી તમે Let’s બટન પર ક્લિક કરો, ત્યાર બાદ “YES, I Have Voter ID Number” બટન પર ક્લિક કરો.
- Voter ID Number દાખલ કરી ને Fetchdetails પર ક્લિક કરો અને પછી “PROCEED” બટન પર ક્લિક કરો.
- ‘Shifted outside assembly constituency’ અથવા ‘Shifted within assembly constituency’ તમને જે લાગતું હોય એના પર ક્લિક કરો.
- ત્યાં ક્લિક કર્યા પછી મોબાઈલ નંબર નાખી ને OTP થી વેરીફાઈ કરવાનું રહેશે.
- ત્યાં માહિતી લખી ને ડોક્યુમેન્ટ અપલોડ કરો ને Save & Continue બટન પર ક્લિક કરો.
- Submit કર્યા પછી તમારું સરનામું બદલવાની Request વોટર વિભાગમાં પહોંચી જશે.
અન્ય માહિતી
ચુંટણીકાર્ડમાં સરનામું બદલવા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.