Join WhatsApp Group Join Now
Join Telegram Channel (30k Members) Join Now

દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને મળશે 1 લાખ સુધીની સહાય

ગુજરાત રાજ્યના દિવ્યાંગો માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ તેમના લગ્ન માટે સહાય મેળવી શકે છે. આ યોજનાથી લગ્નના ખર્ચમાં 50% કે તેથી વધુ બચત થઈ શકે છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના દ્વારા સરળ રીતે દિવ્યાંગ વ્યક્તિ પોતાના લગ્ન કરી શકે છે. 

દિવ્યાંગ લગ્ન સહાય યોજના શું છે ?

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ દિવ્યાંગ વ્યક્તિઓ ને અલગ-અલગ દર મુજબ સહાય મળવાપાત્ર છે. આ યોજના થકી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે ₹ 50,000/- + ₹ 50,000/- મળીને કુલ ₹ 1,00,000/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે ₹ 50,000/- ની સહાય આપવામાં આવે છે.

દિવ્યાંગ લગ્ન સહાય માટે પાત્રતાના માપદંડ શું છે?

દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે પાત્રતાના માપદંડ નીચે મુજબ આપેલ છે.

 • છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
 • આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક દંપતી દીઠ) મળવાપાત્ર રહેશે.
 • આ યોજના હેઠળ નીચે ટેબલમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

દિવ્યાંગ લગ્ન સહાયમાં કેટલો લાભ મળશે ?

આ યોજના હેઠળ નીચે ટેબલમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

ક્રમ નં  દિવ્યાંગતા મળવાપાત્ર યોજનાનો લાભ
1 અંધત્વ ૪૦ ટકા કે તેથી વધુ
2 આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય ૪૦ ટકા કે તેથી વધુ
3 સાંભળવાની ક્ષતિ ૭૧ થી ૧૦૦ ટકા
4 ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ ૫૦ ટકા કે તેથી વધુ
5 સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ ૫૦ ટકા કે તેથી વધુ
6 ઓછી દ્રષ્ટી ૪૦ ટકા કે તેથી વધુ
7 ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા ૫૦ ટકા કે તેથી વધુ
8 બૌધ્ધિક અસમર્થતા ૫૦ ટકા કે તેથી વધુ
9 હિમોગ્લોબિનની ઘટેલી માત્રા ૫૦ ટકા કે તેથી વધુ
10 રકતપિત-સાજા થયેલા ૪૦ ટકા કે તેથી વધુ
11 દીર્ધ કાલીન અનેમિયા ૫૦ ટકા કે તેથી વધુ
12 એસીડના હુમલાનો ભોગ બનેલા ૪૦ ટકા કે તેથી વધુ
13 હલન ચલન સથેની અશકતતા ૪૦ ટકા કે તેથી વધુ
14 સેરેબલપાલ્સી ૪૦ ટકા કે તેથી વધુ
15 વામનતા ૪૦ ટકા કે તેથી વધુ
16 માનસિક બિમાર ૫૦ ટકા કે તેથી વધુ
17 ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા ૪૦ ટકા કે તેથી વધુ
18 બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ ૫૦ ટકા કે તેથી વધુ
19 વાણી અને ભાષાની અશકતતા ૫૦ ટકા કે તેથી વધુ
20 ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ ૫૦ ટકા કે તેથી વધુ
21 બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા ૫૦ ટકા કે તેથી વધુ

દિવ્યાંગ લગ્ન સહાય માટે ઉપયોગી ડોક્યુમેન્ટ

આ લગ્ન સહાય યોજનામાં ઉપયોગી ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ આપેલ છે

 1. કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
 2. રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
 3. અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
 4. કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
 5. અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
 6. બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
 7. લગ્ન કંકોત્રી
 8. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
 9. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટેનું ફોર્મ

આ દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટેનું ફોર્મ તમે esamajkalyan Gujarat ની સારવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.

અમે આશા રાખીએ છીએ કે, આ આર્ટીકલમાં આપેલ દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશેની માહિતી તમને ઉપયોગી બની હશે. આ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો, અમે જલ્દીથી તમારા પ્રશ્નનો જવાબ આપીશું.

Leave a Comment