28 દિવસના આ રિચાર્જમાં મળશે 1 વર્ષનું Disney+ Hotstar બિલકુલ ફ્રી

શું તમે Disney+ Hotstar એપનું સબસ્ક્રીપ્શન મેળવવા માંગો છો? તે પણ બિલકુલ ફ્રીમાં. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બે એવા રિચાર્જ પ્લાન કે જેમાં માત્ર 28 દિવસનું રિચાર્જ કરવાથી તમને મળશે 1 વર્ષનું Disney+ Hotstar બિલકુલ ફ્રી.

જો તમે પણ મારી જેમ મનોરંજનના શોખીન છો, તો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન સિવાય, આ બંને પ્લાનમાં તમને અનલિમિટેડ કૉલિંગ, SMS અને ઈન્ટરનેટ પણ મળશે. ચાલો વિગતે જાણીએ આ બંને પ્લાન વિશે…

પહેલો પ્લાન: Vi ₹601 પ્રીપેડ પ્લાન

જો તમે VI નું સિમકાર્ડ વાપરો છો, તો માત્ર ₹601 નું રિચાર્જ કરી 1 વર્ષનું Disney+ Hotstar અને સાથે 28 દિવસની વેલીડીટી મેળવી શકો છો. આ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 3GB ડેટા સાથે 16GB વધારાનો ડેટા અને દૈનિક 100 SMS મળે છે.

ડેટા ક્વોટા ખતમ થઈ ગયા પછી પણ 64Kbps સ્પીડ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. આ પ્લાનમાં ઉપલબ્ધ વધારાના લાભોમાં Binge All Night, Weekend Data Rollover, Vi Movies & TV અને Data Delight જેવા લાભોનો સમાવેશ થાય છે.

બીજો પ્લાન Jio ₹598 પ્રીપેડ પ્લાન

જેમની પાસે VI નું સિમકાર્ડ નથી તેમણે પણ ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે તમારા માટે બીજો પણ એક પ્લાન છે. આ પ્લાન Jio નું સિમકાર્ડ ઉપયોગ કરતા ગ્રાહકો માટે છે.

રિલાયન્સ જિયોનો ₹598 પ્રીપેડ પ્લાન પણ 28 દિવસની વેલીડિતી સાથે આવે છે. આ પ્લાનમાં પણ ગ્રાહકોને 1 વર્ષ માટે Disney + Hotstar મોબાઈલનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દૈનિક 2GB ડેટા અને દૈનિક 100 SMS મળે છે. ડેટા ક્વોટા ખતમ થઈ ગયા પછી પણ 64Kbps સ્પીડ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે.

આ પ્લાનમાં Disney+ Hotstar સિવાય Jio TV, Jio Cimena અને Jio Cloudના સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. અને આનાથી પણ વિશેષ જો તમારી પાસે 5G ફોન હોય અને તમારા વિસ્તારમાં Jio 5G નેટવર્ક આવતું હોય તો Jio 5G Welcome ઓફર થકી અનલિમિટેડ 5G ડેટા પણ મળશે.

Leave a Comment