પ્રાઇવેટ બસવાળાઓની હવે ઊંઘ હરામ થઈ જશે, તમને જે પ્રાઇવેટ બસમાં સુવિધા મળે છે તે જ સુવિધાઓ હવે GSRTC બસમાં પણ મળશે. GSRTC દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમને બધી જ સુવિધાઓ મળશે. જેમ કે, ટિકિટ બુકિંગ અને કેન્સલ કરી શક્શો, ટાઈમ ટેબલ જોઈ શકશો અને બસને ટ્રેક પણ કરી શકશો. બીજી ઘણી બધી સુવિધાઓ આ એપમાં મળશે.
દૈનિક ૮૬૦૦ વાહનો, ૪૮,૦૦૦ ટ્રીપ અને ૩૦ લાખ કિલોમીટર સંચાલન થકી દૈનિક મુસાફરી કરતા ૨૫ લાખ મુસાફરો માટે સુવિધા મળે છે. નિગમની બસમાં મુસાફરી કરતા ૬૦ % મુસાફર પિક અપ સ્ટેન્ડ અને સ્ટોપેજ ખાતેથી બસ પકડે છે. તેઓ માટે આ એપ્લિકેશન આશીર્વાદ છે. બધી સુવિધાઓ ની સંપૂર્ણ માહિતી આર્ટીકલ માં આપેલ છે
GSRTC એપ ની સુવિધાઓ શું છે?
આ GSRTC એપ ની અગત્યની સુવિધાઓ નીચે મુજબ આપેલ છે:
- એડવાન્સ બુકીંગ
- અગાઉથી ૬૦ દિવસ સુધી ટિકિટ બુકીંગની સુવિધા મળશે.
- પ્રિમિયમ સર્વિસ માટે ૧૦% અને અન્ય સર્વિસમાં ૮% ડિસ્કાઉન્ટ મળશે.
- ઓન-રૂટ બુકીંગ
- એક રૂટ પર કયા સમયે કઈ બસ ચાલે છે. તેનુ લાઈવ લોકેશન મેળવી શકાય છે.
- અનુકળતા મુજબ બસ ઉપડી ગયા બાદ પણ ટિકિટ બુક કરાવી શકાય છે.
- ટિકિટ કેન્સલેશન
- બસ ઉપડવાનાં ૧ (એક) કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકાય છે.
- ટ્રેક બસ
- બુક કરેલ બસને ટ્રેક કરી શકે છે.
- ટિકિટનો PNR NO. Vehicle No. અથવા Trip થી ટ્રેક કરી શકાય છે
- રી-શિડયુલ
- ટિકિટની તારીખ, નામ ઉંમર વગેરેમાં સુધારો થઈ શકે છે.
- ટાઈમ ટેબલ
- નિગમની બસોનુ ટાઇમ ટેબલ જાણી શકાય છે.
- બસનો પ્રકાર સમય, ભાડુ વગેરેની માહિતી મળે છે.
- HIRE બસ
- (કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ) નિગમની બસો પ્રવાસ, ધાર્મિક પ્રવાસ, શાળા કોલેજોનો પ્રવાસ માટે ભાડે મેળવી શકાય છે
- લગ્ન પ્રસંગ વગેરે બસ ભાડે મેળવી શકાય છે અને પૈસા પણ ઓનલાઇન જ આપવાના હોય છે.
- બસ પાસ
- મુસાફરો રાહત દરના પાસ માટે એપ્લાય કરી પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકશે માત્ર તૈયાર પાસ ડેપો ખાતેથી મેળવવાનો રહેશે.
GSRTC એપ ડાઉનલોડ કઇ રીતે કરવી?
GSRTC ની આ એપ ડાઉનલોડ કરવા માટે નીચે સરળ સ્ટેપ આપેલ છે તે અનુસરો;
- સૌથી પહેલા તમે play store પર જાઓ
- ત્યાં જઈને GSRTC શર્ચ કરો
- પછી, “GSRTC official ticket booking app” લખેલ આવશે
- ત્યા Install બટન પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરો અથવા અહીં ક્લિક કરો
આ GSRTC એપ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં જણાવવું.
Porbandar to jamnagar local bus nathi thati book
Date change કરીને ચેક કરો