ST બસની GSRTC App માં શાનદાર સેવા શરુ, પ્રાઇવેટ બસ ને ભૂલી જશો

પ્રાઇવેટ બસવાળાઓની હવે ઊંઘ હરામ થઈ જશે, તમને જે પ્રાઇવેટ બસમાં સુવિધા મળે છે તે જ સુવિધાઓ હવે GSRTC બસમાં પણ મળશે. GSRTC દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે. જેમાં તમને બધી જ સુવિધાઓ મળશે. જેમ કે, ટિકિટ બુકિંગ અને કેન્સલ કરી શક્શો, ટાઈમ ટેબલ જોઈ શકશો અને બસને ટ્રેક પણ કરી શકશો. બીજી ઘણી બધી સુવિધાઓ આ એપમાં મળશે.

દૈનિક ૮૬૦૦ વાહનો, ૪૮,૦૦૦ ટ્રીપ અને ૩૦ લાખ કિલોમીટર સંચાલન થકી દૈનિક મુસાફરી કરતા ૨૫ લાખ મુસાફરો માટે સુવિધા મળે છે. નિગમની બસમાં મુસાફરી કરતા ૬૦ % મુસાફર પિક અપ સ્ટેન્ડ અને સ્ટોપેજ ખાતેથી બસ પકડે છે. તેઓ માટે આ એપ્લિકેશન આશીર્વાદ છે. બધી સુવિધાઓ ની સંપૂર્ણ માહિતી આર્ટીકલ માં આપેલ છે

GSRTC એપ ની સુવિધાઓ શું છે?

આ GSRTC એપ ની અગત્યની સુવિધાઓ નીચે મુજબ આપેલ છે:

  1. એડવાન્સ બુકીંગ
    1. અગાઉથી ૬૦ દિવસ સુધી ટિકિટ બુકીંગની સુવિધા મળશે.
    2. પ્રિમિયમ સર્વિસ માટે ૧૦% અને અન્ય સર્વિસમાં ૮% ડિસ્કાઉન્ટ મળશે.
  2. ઓન-રૂટ બુકીંગ
    1. એક રૂટ પર કયા સમયે કઈ બસ ચાલે છે. તેનુ લાઈવ લોકેશન મેળવી શકાય છે.
    2. અનુકળતા મુજબ બસ ઉપડી ગયા બાદ પણ ટિકિટ બુક કરાવી શકાય છે.
  3. ટિકિટ કેન્સલેશન
    1. બસ ઉપડવાનાં ૧ (એક) કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકાય છે.
  4. ટ્રેક બસ
    1. બુક કરેલ બસને ટ્રેક કરી શકે છે.
    2. ટિકિટનો PNR NO. Vehicle No. અથવા Trip થી ટ્રેક કરી શકાય છે
  5. રી-શિડયુલ
    1. ટિકિટની તારીખ, નામ ઉંમર વગેરેમાં સુધારો થઈ શકે છે.
  6. ટાઈમ ટેબલ
    1. નિગમની બસોનુ ટાઇમ ટેબલ જાણી શકાય છે.
    2. બસનો પ્રકાર સમય, ભાડુ વગેરેની માહિતી મળે છે.
  7. HIRE બસ
    1. (કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ) નિગમની બસો પ્રવાસ, ધાર્મિક પ્રવાસ, શાળા કોલેજોનો પ્રવાસ માટે ભાડે મેળવી શકાય છે
    2. લગ્ન પ્રસંગ વગેરે બસ ભાડે મેળવી શકાય છે અને પૈસા પણ ઓનલાઇન જ આપવાના હોય છે.
  8. બસ પાસ
    1. મુસાફરો રાહત દરના પાસ માટે એપ્લાય કરી પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકશે માત્ર તૈયાર પાસ ડેપો ખાતેથી મેળવવાનો રહેશે.

GSRTC એપ ડાઉનલોડ કઇ રીતે કરવી?

GSRTC ની આ એપ ડાઉનલોડ કરવા માટે નીચે સરળ સ્ટેપ આપેલ છે તે અનુસરો;

  1. સૌથી પહેલા તમે play store પર જાઓ
  2. ત્યાં જઈને GSRTC શર્ચ કરો
  3. પછી, “GSRTC official ticket booking app” લખેલ આવશે
  4. ત્યા Install બટન પર ક્લિક કરીને એપ ડાઉનલોડ કરો અથવા અહીં ક્લિક કરો

આ GSRTC એપ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં જણાવવું.

2 thoughts on “ST બસની GSRTC App માં શાનદાર સેવા શરુ, પ્રાઇવેટ બસ ને ભૂલી જશો”

Leave a Comment