1 ફેબ્રુઆરીથી લાગુ પડશે નવો નિયમ, હવે ટ્રાન્સફર કરી શકશો રૂ. 5 લાખ સુધી

1 ફેબ્રુઆરીથી પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે નવો નિયમ લાગુ પાડવામાં આવશે. આ નિયમ અનુસાર IMPS પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં ફેરફાર થશે. જો તમે પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે IMPS સુવિધાનો ઉપયોગ કરતા હોવ તો આ નવો નિયમ ખાસ જાણી લેજો.

IMPS પેમેન્ટ ટ્રાન્સફરના નવા નિયમ અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે, જે ખાસ વાંચો

શું છે નવો નિયમ?

જો તમે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં 1લી ફેબ્રુઆરીથી IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે તમે કોઈપણ Beneficial ઉમેર્યા વિના IMPS દ્વારા તમારા બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા સુધી મોકલી શકશો. પહેલા IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે Beneficial એડ કરવો પડતો હતો, ત્યારબાદ જ IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા.

સરળ ભાષા કહીએ તો, હવે તમને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે Beneficialના એકાઉન્ટ નંબર અને IFSC કોડની જરૂર પડશે નહીં. હવે તમે બેંકનું નામ અને Beneficialનો મોબાઈલ નંબર દાખલ કરીને જ પૈસા મોકલી શકશો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જો મોટી રકમ IMPS દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવી પડતી તો તે પહેલા Beneficialનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ નાખવો પડતો હતો.

ગયા વર્ષે આવ્યું હતું સર્કુલર

આ નવા નિયમ અંગેનો પરિપત્ર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ગયા વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં 31 જાન્યુઆરી, 2024 સુધીમાં તમામ IMPS પેમેન્ટ પર મોબાઇલ નંબર + બેંકના નામ દ્વારા ફંડ ટ્રાન્સફર શરૂ કરવા અને સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

જ્યારે પણ તમે IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરો, તે પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌ પ્રથમ, તમે જે વ્યક્તિને પૈસા મોકલવા માંગો છો તેના નામ અને મોબાઈલ નંબરની પુષ્ટિ કરો. વેરિફિકેશન પછી જ પૈસા મોકલવા યોગ્ય રહેશે.

આ ઉપરાંત તમારા ડેબિટ કાર્ડની વિગતો (કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને CVV નંબર) કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. તમારી પાસે આવતો કોઈપણ પ્રકારનો OTP કોઈને પણ જણાવશો નહિ. તેમજ અજાણ્યા નંબર પર SMS ફોરવર્ડ કરશો નહીં અને તમારો નેટ/મોબાઇલ બેંકિંગ લોગિન પાસવર્ડ શેર કરશો નહીં.

Leave a Comment