ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના પશુપાલક મિત્રોને 25000 રૂપિયા સુધીના ઇનામો મળવાપાત્ર છે. ગાય ભેંસ ની શુદ્ધ ઓલાદ પાળનાર પશુપાલકો આ યોજનામાં ભાગ લઈ ઇનામ જીતી શકે છે.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના થકી મહત્તમ ₹51,000 સુધીની સહાય મળવાપાત્ર છે. આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ માં આપેલ છે.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના
કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન આપતી ઓલાદોના ગાય ભેંસ જેવા પશુઓ રાખવા માટે પ્રેરિત કરવાનો છે.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના દરેક પશુપાલક મિત્રો લઈ શકે છે. જે પશુપાલક મિત્રો ગાય ભેંસની દેશી કે અન્ય ઓલાદ ધરાવે છે તે આ યોજનામાં ભાગ લઈ ઈનામ મેળવવા માટે પાત્ર છે.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના માટે પાત્રતા
આ યોજનામાં ભાગ લઈ ઈનામ જીતવા માટે જે તે ઓલાદના પશુનું 24 કલાકનું લઘુતમ દુધ ઉત્પાદન નીચે મુજબ હોવું જોઈએ:
ગાય વર્ગ | ૨૪ કલાકનું કિ.ગ્રા. | ભેંસ વર્ગ | ૨૪ કલાકનું કિ.ગ્રા. |
---|---|---|---|
કાંકરેજ | ૧૫ | જાફરાબાદી | ૧૯ |
ગીર | ૧૯ | સુરતી | ૧૧ |
જર્શી ક્રોસ | ૨૪ | મહેસાણી | ૧૭ |
એચ.એફ.ક્રોસ. | ૨૭ | એન.ડી. | ૧૪ |
– | – | બન્ની | ૧૮ |
આ યોજનામાં ભાગ લેવા માટે કેટલી અન્ય શરતો પણ ધ્યાનમાં રાખવાની છે, જે નીચે મુજબ છે:
- આ યોજનાનું અમલીકરણ રાજયની પશુપાલન ખાતાની વિભાગીય કચેરીઓ મારફત જીલ્લા પંચાયત હેઠળની પશુ સારવાર સંસ્થાઓ તથા રાજયની ઘનિષ્ટ પશુસુધારણા યોજના હેઠળના પેટા કેન્દ્રો મારફતે થાય છે.
- યોજનામાં ભાગ લેવા માટે પશુપાલક પોતાના સ્થળની નજીકમાં આવેલ ઉક્ત દર્શાવેલ કોઇપણ એક સંસ્થા ખાતેથી પહેલા રૂ. ૧૦૦/- નું ચલણ તૈયાર કરાવડાવી, બેન્કમાં ચલણ ભર્યા બાદ નિયત નમૂનામાં અરજી કરી શકે છે.
- અરજદારે અરજી પત્રકમાં અપેક્ષીત દોહન તારીખ દર્શાવવાની હોય છે, જે મુજબ દૂધ હરીફાઇ અન્વયે નિયત કરવામાં આવેલ કમિટી દ્વારા સતત ચાર વખત જે તે પશુના દૂધ દોહન સમયે હાજર રહી, દૂધ ઉત્પાદનની વિગત મેળવી, નોંધણી કરવામાં આવે છે.
- ઓલાદ મુજબની બધી એન્ટ્રીઓની દૂધ ઉત્પાદનની સરખામણી કરી, ઓલાદ મુજબ ક્રમ નક્કી કરી સૌથી વધુ દૂધ ઉત્પાદન ધરાવતા પશુના માલિકોને ક્રમાનુસાર પ્રથમ, દ્વિતીય, તૃતિય અને રનર અપ એમ ચાર (૪) ઇનામો આપવામાં આવે છે તથા પાત્રતા ધરાવતી બાકીની તમામ એન્ટ્રીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવે છે.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના થકી મળવાપાત્ર ઈનામ
આ યોજના હેઠળ વિવિધ 9 કેટેગરીમાં મળવાપાત્ર ઈનામ નીચે મુજબ છે:
ઉપર દર્શાવેલ ઈનામ સિવાય, રાજ્યકક્ષાએ એન્ટ્રી દીઠ પ્રોત્સાહન ઈનામના ₹ 1000 દરેક માન્ય એન્ટ્રીઓને આપવામાં આવશે.
દુધ ઉત્પાદન હરિફાઈ અભિયાન યોજના માટેનું ફોર્મ
આ યોજના માટેનું ફોર્મ નજીકના પશુ દવાખાના, પ્રાથમીક સારવાર કેન્દ્ર, તેમજ ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાના કેન્દ્ર માંથી મેળવી શકાશે.
આ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.