બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના

નાના પશુપાલકો માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના થકી બે પશુઓ માટે ₹ 18,000 ની સહાય મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ પશુપાલકો માટે પોતાના પશુ બાંધવા અને રક્ષણ પૂરું પાડવાની સુવિધા આપવાનો છે.

બે પશુઓ માટેની આ યોજના હેઠળ કેટલી સહાય મળશે? તથા આ યોજના માટે કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપેલ છે.

બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના

આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થયેલ આ યોજના હેઠળ ગરીબ પશુપાલકોને પોતાના પશુઓને રક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ પશુપાલકને બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય આપવામાં આવે છે.

બે પશુઓ માટે સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે?

ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતો તથા પશુપાલકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

પશુપાલક પાસે આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલી સગવડ હોવી જોઈએ:

  • પશુપાલક પાસે ઓછામાં ઓછા બે પશુઓ હોવા જોઈએ.
  • પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
  • પાણીની વ્યવસ્થા હોવી જોઈએ.

બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય ખેડૂતને નાણા સ્વરૂપે આપવામાં આવશે.

કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે યુનિટ કોસ્ટ ₹36,000 નક્કી કરવામાં આવેલ છે. આ ખરીદ કિંમતના 50% કે ₹18,000 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે આપવામાં આવશે.

બે પશુઓ માટે કેટલ શેડ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • માલિકીની જમીન અંગેનો તલાટી નો દાખલો અથવા જમીન ના 7/12 ઉતારા
  • આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • અનુસૂચિત જાતિનો દાખલો
  • રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર

બે પશુઓ માટે કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે સહાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?

આ યોજના માટેનું ઓનલાઇન ફોર્મ ikhedut વેબસાઈટ પર ભરવાનું રહેશે. વર્ષ દરમિયાન ૧ કે ૨ મહિના માટે આ યોજનાની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે.

i khedut પોર્ટલ પર અરજી કર્યા બાદ પ્રિન્ટ કાઢીને અરજીમાં દર્શાવેલ કચેરીના સરનામા પર અરજી જમાં કરાવવાની રહેશે.

આ યોજના વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment