શું તમારા ખાતામાં ₹2000 નથી આવતા? કોનો સંપર્ક કરવો? જાણો માહિતી

રાજ્યમાં કેટલાક ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજના ₹2000 નો હપ્તો નથી આવતો. આ યોજનામાંથી કેન્દ્ર સરકાર દ્વારા અંદાજિત ૫૦ લાખ કરતા વધુ ખેડૂતના નામ રદ કરવામાં આવ્યા છે. જે અયોગ્ય ખેડૂત હતા તેવા ખેડૂતોના નામ આ યોજનાની યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. અને યોગ્ય કિસાનના નામ યાદીમાં સામેલ પણ કરવામાં આવ્યા છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમારા ખાતામાં ₹2000 નથી આવતા તો કોનો સંપર્ક કરવો અને શું કરવું તે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

તમારા ખાતામાં ₹2000 ના આવતા હોય તો શું કરવું ?

PM કિસાન નિધિના ₹2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમાં ના થતો હોય તો નીચે આપેલ બાબતો ધ્યાનમાં લેવી.

  • PM કિસાન યોજના ₹2000 મેળવવા માટે તમારે સૌથી પહેલા ekyc કરવી પડશે. (ekyc કરવા અહીં ક્લિક કરો)
  • ekyc કર્યા બાદ પણ તમારા ખાતામાં ₹2000 રૂપિયા નથી આવતા, તો સરકાર દ્વારા જાહેર કરેલ સંપર્ક નંબર 18001155266 પર ફરિયાદ કરી શકો છો.
  • અથવા તમે તમારા ગ્રામ પંચાયત કે જિલ્લા ખેતીવિષયક અધિકારી સાથે સંપર્ક કરી શકો છો.
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023ની નવી યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો. (યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અહી ક્લીક કરો)
  • તેમજ તમે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 011-24300606, ટોલ ફ્રી નંબર : 18001155266 અને લેન્ડલાઇન નંબર : 01123381092, 23382401 પર કોલ કરી શકો છો.
  • તમે pmkisan-ict@gov.in ઈમેલ પણ કરી શકો છો.

પીએમ કિસાન યોજનામાં તમારા ખાતાની સ્થિતિ કેવી રીતે ચેક કરવી ?

પીએમ કિસાન યોજનામાં તમારા ખાતાની ચુકવણી સ્થિતિ, આધાર પ્રમાણીકરણ સ્થિતિ અને ઓનલાઈન નોંધણીની સ્થિતિ ચેક કરવા માટે નીચેના પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ, તમે આ લિંક https://pmkisan.gov.in/VillageDashboard_Portal.aspx પર ક્લિક કરો
  • ત્યાર બાદ, તમે “State” પર ક્લિક કરી ને રાજ્ય પસંદ કરો
  • પછી એજ રીતે “District, Sub-District અને Village” સિલેક્ટ કરો
  • બસ આટલું કર્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
  • તમારા ખાતાની ચુકવણી સ્થિતિ ચેક કરવા માટે Payment Status પર ક્લીક કરો
  • ત્યાં, આધાર પ્રમાણીકરણ સ્થિતિ ચેક કરવા માટે Aadhaar Authentication Status પર ક્લીક કરો
  • અને ઓનલાઈન નોંધણીની સ્થિતિ ચેક કરવા માટે Online Registration Status પર ક્લીક કરો

અન્ય માહિતી

તમારા ખાતામાં ₹2000 ના આવતા હોય તો કોનો સંપર્ક કરવો, તે વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

10 thoughts on “શું તમારા ખાતામાં ₹2000 નથી આવતા? કોનો સંપર્ક કરવો? જાણો માહિતી”

Leave a Comment

error: Content is protected !!