પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, 12₹ માં મળશે ₹2 લાખનો વીમો

આપણે આપણા અને આપણા પરિવારના ભવિષ્ય વિશે સતત ચિંતિત રહેતા હોઈએ છીએ. તેમના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે વિવિધ વીમા લેતા હોઈએ છીએ. આવા જ એક વીમા અંગેની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે. ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના થકી ભારતનો કોઈપણ નાગરિક વર્ષે 12₹ ભરીને ₹2 લાખનો વીમો લઈ શકે છે.

શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ?

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ભારતના નાગરિકોને અકસ્માતે મૃત્યુ કે અપંગતા માટે વીમા કવર પૂરું પડે છે. વાર્ષિક માત્ર ₹12 નું પ્રીમિયમ ભરીને આ વીમા યોજનાનો લાભ મેળવી શકાય છે. પ્રીમિયમ આટલી નાની રકમ હોવા છતાં પણ સરકાર દ્વારા ₹2 લાખ સુધીનું વીમા કવર આપવામાં આવે છે. આ વીમા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેથી સંપૂર્ણ પણે વિશ્વસનીય છે. જો તમે હજુ સુધી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાથી અજાણ હોવ તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ આપેલી છે, જે વાંચો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ અને કવરેજ

આ યોજનાનો લાભ લેવા માટે પરિવારના દરેક સભ્ય દીઠ ₹12 નું વાર્ષિક પ્રીમિયમ ભરવાનુ રહેશે. આ પ્રીમિયમ તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિક કપાઈ જશે. આ યોજનાનું કવર દરવર્ષે 1લી જૂનથી 31મી મે સુધીના એક વર્ષના સમયગાળા માટે રહેશે. જો કે, 1લી જૂન પછી ઓટો ડેબિટ થાય તેવા કિસ્સામાં, બેંક દ્વારા પ્રીમિયમના ઓટો ડેબિટની તારીખથી કવર શરૂ થશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટેની પાત્રતા શું છે?

જે પણ નાગરિક આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમની ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તેમનું બેંકમાં ખાતું ખોલાવેલું હોવું જોઈએ, જેમાં ઓટો-ડેબિટ એટલે કે જાતે જ પૈસા કપાઈ જાય તેવી સુવિધા હોવી જોઈએ. મોટાભાગની બધી જ બેન્કોમાં આ સુવિધા ઉપલબ્ધ હોય છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના થકી મળવાપાત્ર લાભ

આ યોજના થકી નાગરિકને નીચે મુજબના લાભ મળી શકે છે:

  1. જેમના નામ પર વીમો લીધેલ છે, તેના મૃત્યુ પર નોમિનીને રૂ. 2 લાખ મળશે.
  2. જો વીમાધારકની બંને આંખોની સંપૂર્ણ દૃષ્ટિ કે દૃષ્ટિ પુનઃપ્રાપ્ત ન થઈ શકે તેવું નુકસાન થયું હોય અથવા બંને હાથ અથવા પગની ખોડ થઈ હોય અથવા એક આંખની દૃષ્ટિની ખોડ અને હાથ અથવા પગની ખોડ થાય તો રૂ. 2 લાખ મળશે.
  3. જો વીમાધારકની એક આંખની સંપૂર્ણ દૃષ્ટિ કે દૃષ્ટિ પુનઃપ્રાપ્ત ન કરી શકાય તેવી ખોડ અથવા એક હાથ અથવા પગના ઉપયોગની ખોડ માટે રૂ. 1 લાખ મળશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની શરતો

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો નીચે આપેલી શરતો જરૂરથી વાંચી લેવી:

  • આ યોજના હેઠળ 70 વર્ષની ઉંમર સુધી જ વીમા કવર પ્રાપ્ત થશે. 70 વર્ષ ની ઉંમર પછી મૃત્યુ થાય તો કોઈ લાભ મળવાપાત્ર નથી.
  • વીમાધારકનું બેન્ક ખાતું બંધ થઈ જાય અથવા બેંક ખાતામાં પૂરતી રકમ ન હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ નહીં મળી શકે.
  • આ યોજના હેઠળ એક વ્યકિત એક જ પ્રીમિયમ ભરી શકે છે, એકથી વધુ પ્રીમિયમ ભરેલા હશે તો એક જ ખાતામાં લાભ મળી શકશે.
  • જો નિયત તારીખે અપૂરતી બેલેન્સ અથવા કોઈ ટેકનિકલ કારણોસર વીમા પ્રીમિયમ ન ભરી શકાય તો ફરીથી પ્રીમિયમ ભરીને વીમો શરૂ કરી શકાય છે.
  • તમે નિયત કરેલા મહિનામાં જ તમારા બેંક ખાતામાંથી પ્રીમિયમ ઓટો ડેબિટ થશે. મોટાભાગે મે મહિનામાં પ્રીમિયમ ઓટો ડેબિટ થતું હોય છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. ઓળખનો પુરાવા તરીકે આધાર કાર્ડ/ ચૂંટણી કાર્ડ/ મનરેગા કાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ પાન કાર્ડ/ પાસપોર્ટ
  2. બેંક ખાતાની વિગત (જે બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક હોય)

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે બે રીતે અરજી કરી શકાય છે: 1. ઓનલાઈન, 2. ઓફલાઈન

ઓનલાઈન અરજી કરવા માટે

  1. તમારી બેંકની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને આ યોજનાની ઓનલાઈન શરૂ કરી શકો છો.
  2. અરજદાર પોતાના ઇન્ટરનેટ બેંકિંગ ખાતામાં લૉગિન કરી, ડેશબોર્ડ પર PMSBY શોધી શકે છે.
  3. ત્યાં તમારા વિશેની કેટલીક માહિતી અને નોમિની વિગતો ભરવાની રહેશે.
  4. અરજદારે ખાતામાંથી પ્રીમિયમના ઓટો ડેબિટની સંમતિ આપી અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ઓફલાઈન અરજી કરવા માટે

  1. ઓફલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા અહીં ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરો.
  2. ફોર્મમાં જરૂરી વિગતો ભરી સાથે જરૂરી ડોકયુમેન્ટ જોડો અને તમારૂ બેંક ખાતું જે બેંકમાં છે, ત્યાં ફોર્મ જમાં કરાવો.
  3. બેંક તરફથી વીમાનું એકનોલેજમેન્ટ સ્લિપ કમ પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ યોજના અંગે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો.

Leave a Comment