મોટર વ્હીકલ એક્ટ, 1લી સપ્ટે્બર 2019 થી લાગુ થયો છે ત્યાંરથી સોશિયલ મીડિયા, ન્યુઝ, ટીવી હોય કે આપણે બધા ઘરે બેઠા હોઈએ છીએ ત્યારે વિષય એક જ છે કે આટલા બધા ફાઇન ભરવાના છે એ ભરાશે કઈ રીતે? ત્યારે અમે તમારા માટે એવી માહિતી લઈને આવે છે કે કયા સંજોગોમાં ફાઈન ભરવાના નહીં પડે. હા! તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો અને એટલે જ તમારે આ માહિતી જાણવી હોય કે મોટર વ્હીકલ એક્ટ ના આધાર પર કયા સંજોગો ફાઈન(દંડ) ભરવાથી બચી જશો તો આ આર્ટિકલને તમે ધ્યાન પૂર્વક વાંચો.
જાણો નિયમ શું કહે છે?
મોટર વ્હીકલ એક્ટ ના આધારે આપણે કયા સંજોગોમાં ફાઈન ભરવાથી બચી જઈશું તો એના માટે અમે તમને જણાવીશું ;
- જ્યારે કોઈપણ અધિકારી તમારા વાહનને રોકે છે અને રોકી ને તમારી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ માંગતા હોય છે.
- (જેમ કે; લાયસન્સ,RC બુક, PUC, વાહનનો વીમો અને તમારા વાહન નું ફિટનેસ સર્ટીફીકેટ.)
- આ ડોક્યુમેન્ટ તમે નથી આપી શકતા તો પર ડોક્યુમેન્ટ 5000 રૂપિયા નો દંડ લાગી શકે છે.
- આ દંડ ત્યાં તમને નહીં લગાડી શકે, ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે એ તમને 15 દિવસનો સમય આપે છે.
- અકસ્માત સમયે કોઈ અધિકારી તમારી જોડે ડોક્યુમેન્ટ માંગે છે અને તે સમયે તમારી જોડે ડોક્યુમેન્ટ નથી તો આ ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે એ તમને 7 દિવસનો સમય આપે છે.
- આમ, તમે 7 દિવસ અથવા 15 દિવસ માં ડોક્યુમેન્ટ સબમીટ કરો છો તો તમે ફાઈન ભરવાથી બચી શકો છો.
- સેક્સન 207 મોટર વ્હીકલ એક્ટ મુજબ તમે જ્યાં સુધી ડોક્યુમેન્ટ જમા નથી કરતા ત્યાં સુધી કોઈપણ અધિકારી તમારું વાહન જપ્ત કરી શકે છે.
- ડોક્યુમેન્ટ સબમીટ કર્યા બાદ અધિકારીને ડોક્યુમેન્ટ સંતોષ પૂર્વક લાગશે તો તમારા ઉપર કોઈ પણ દંડ લાગશે નહીં અને તમારું વાહન મુક્ત કરી શકો છો.
- આ બધા ડોક્યુમેન્ટ ની શોર્ટ કોપી પોલીસ અધિકારીઓ સ્વીકારી શકે છે (સોફ્ટ કોપી એટલે તમારા ડોક્યુમેન્ટ નો ફોટોગ્રાફ).
- આ ફોટોગ્રાફ સીધેસીધા અધિકારી સ્વીકારી શકશે નહીં. આ ડોક્યુમેન્ટ તમારે એમ.પરિવહન અથવા ડીજી લોકર એપ્લિકેશનમાં અપલોડ કરવા ના રહેશે. એટલે અધિકારી સરળતાથી તમારા ડોક્યુમેન્ટ સ્વીકારી શકશે.
મોટર વિહિકલ એક્ટ દ્વારા ભરવા પડતા દંડ શું છે?
દંડ | જૂનો દંડ | નવો દંડ |
રેડ લાઈટ ક્રોસ એન્ડ સ્ટોપ લાઈન ક્રોસ (જિબ્રા ક્રોસિંગ) | 100 | 500 |
લાઈસન્સ વગર વ્હીલર ચાલકો માટે | 500 | 5000 |
સીટ બેલ્ટ વગર | 100 | 1000 |
હેલ્મેટ વગર | 100 | 1000 અને ત્રણ મહિના માટે લાયસન્સ રદ થશે |
એમ્બ્યુલન્સને માર્ગ ના આપો તો | – | 10,000 |
ડ્રાઇવિંગ લાઇસન્સનું સસ્પેન્શન (રદ) ક્યારે થઈ શકે?
વિભાગ 183 | ઓવર સ્પીડિંગ |
વિભાગ 184 | ખતરનાક ડ્રાઇવિંગ |
વિભાગ 185 | નશામાં વાહન ચલાવવું |
વિભાગ 189 | સ્પીડિંગ/રેસિંગ |
કલમ 194C | ટુ વ્હીલરનું ઓવરલોડિંગ |
વિભાગ 194D | હેલ્મેટ |
સેક્શન 194E | ઇમર્જન્સી વાહનોને માર્ગ ના આપો તો |
મોટર વ્હીકલ એક્ટ 2019 વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.