આ સંજોગોમાં ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો નિયમ શું કહે છે?

મોટર વ્હીકલ એક્ટ, 1લી સપ્ટે્બર 2019 થી લાગુ થયો છે ત્યાંરથી સોશિયલ મીડિયા, ન્યુઝ, ટીવી હોય કે આપણે બધા ઘરે બેઠા હોઈએ છીએ ત્યારે વિષય એક જ છે કે આટલા બધા ફાઇન ભરવાના છે એ ભરાશે કઈ રીતે? ત્યારે અમે તમારા માટે એવી માહિતી લઈને આવે છે કે કયા સંજોગોમાં ફાઈન ભરવાના નહીં પડે. હા! તમે બિલકુલ સાચું વાંચી રહ્યા છો અને એટલે જ તમારે આ માહિતી જાણવી હોય કે મોટર વ્હીકલ એક્ટ ના આધાર પર કયા સંજોગો ફાઈન(દંડ) ભરવાથી બચી જશો તો આ આર્ટિકલને તમે ધ્યાન પૂર્વક વાંચો.

જાણો નિયમ શું કહે છે?

મોટર વ્હીકલ એક્ટ ના આધારે આપણે કયા સંજોગોમાં ફાઈન ભરવાથી બચી જઈશું તો એના માટે અમે તમને જણાવીશું ;

  • જ્યારે કોઈપણ અધિકારી તમારા વાહનને રોકે છે અને રોકી ને તમારી પાસે ઘણા બધા ડોક્યુમેન્ટ માંગતા હોય છે.
    • (જેમ કે; લાયસન્સ,RC બુક, PUC, વાહનનો વીમો અને તમારા વાહન નું ફિટનેસ સર્ટીફીકેટ.)
  • આ ડોક્યુમેન્ટ તમે નથી આપી શકતા તો પર ડોક્યુમેન્ટ 5000 રૂપિયા નો દંડ લાગી શકે છે.
  • આ દંડ ત્યાં તમને નહીં લગાડી શકે, ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે એ તમને 15 દિવસનો સમય આપે છે.
  • અકસ્માત સમયે કોઈ અધિકારી તમારી જોડે ડોક્યુમેન્ટ માંગે છે અને તે સમયે તમારી જોડે ડોક્યુમેન્ટ નથી તો આ ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે એ તમને 7 દિવસનો સમય આપે છે.
  • આમ, તમે 7 દિવસ અથવા 15 દિવસ માં ડોક્યુમેન્ટ સબમીટ કરો છો તો તમે ફાઈન ભરવાથી બચી શકો છો.
  • સેક્સન 207 મોટર વ્હીકલ એક્ટ મુજબ તમે જ્યાં સુધી ડોક્યુમેન્ટ જમા નથી કરતા ત્યાં સુધી કોઈપણ અધિકારી તમારું વાહન જપ્ત કરી શકે છે.
  • ડોક્યુમેન્ટ સબમીટ કર્યા બાદ અધિકારીને ડોક્યુમેન્ટ સંતોષ પૂર્વક લાગશે તો તમારા ઉપર કોઈ પણ દંડ લાગશે નહીં અને તમારું વાહન મુક્ત કરી શકો છો.
  • આ બધા ડોક્યુમેન્ટ ની શોર્ટ કોપી પોલીસ અધિકારીઓ સ્વીકારી શકે છે (સોફ્ટ કોપી એટલે તમારા ડોક્યુમેન્ટ નો ફોટોગ્રાફ).
  • આ ફોટોગ્રાફ સીધેસીધા અધિકારી સ્વીકારી શકશે નહીં. આ ડોક્યુમેન્ટ તમારે એમ.પરિવહન અથવા ડીજી લોકર એપ્લિકેશનમાં અપલોડ કરવા ના રહેશે. એટલે અધિકારી સરળતાથી તમારા ડોક્યુમેન્ટ સ્વીકારી શકશે.

મોટર વિહિકલ એક્ટ દ્વારા ભરવા પડતા દંડ શું છે?

દંડ જૂનો દંડ નવો દંડ
રેડ લાઈટ ક્રોસ એન્ડ સ્ટોપ લાઈન ક્રોસ (જિબ્રા ક્રોસિંગ) 100 500
લાઈસન્સ વગર વ્હીલર ચાલકો માટે 500 5000
સીટ બેલ્ટ વગર 100 1000
હેલ્મેટ વગર 100 1000 અને ત્રણ મહિના માટે લાયસન્સ રદ થશે
એમ્બ્યુલન્સને માર્ગ ના આપો તો 10,000

ડ્રાઇવિંગ લાઇસન્સનું સસ્પેન્શન (રદ) ક્યારે થઈ શકે?

વિભાગ 183 ઓવર સ્પીડિંગ
વિભાગ 184 ખતરનાક ડ્રાઇવિંગ
વિભાગ 185 નશામાં વાહન ચલાવવું
વિભાગ 189 સ્પીડિંગ/રેસિંગ
કલમ 194C ટુ વ્હીલરનું ઓવરલોડિંગ
વિભાગ 194D હેલ્મેટ
સેક્શન 194E ઇમર્જન્સી વાહનોને માર્ગ ના આપો તો

મોટર વ્હીકલ એક્ટ 2019 વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment