ટ્રાફિક પોલીસના નિયમના ભંગ માટે ઈ-મેમો ફટકારશે, જાણો કયા છે નિયમ?

અવાર નવાર લોકો ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય છે જેથી આપણને મુશ્કેલી પડતી હોય છે. અમુક વાર આપણે પણ ટ્રાફિક નિયમ નો ભંગ કરીએ છીએ પણ આવે છે. પરંતુ હવે ટ્રાફિક નિયમ નો ભંગ અટકી જવાનો છે કેમ! તો તમે જાણવા માંગતા હોવ તો આ આર્ટિકલ માં અમે તમને જણાવીશું

ટ્રાફિક પોલીસના નિયમના ભંગ માટે ઈ-મેમો ફટકારશે, જાણો કયા છે નિયમ?

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને લોકોને ટ્રાફિક નિયમો પણ સમજાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી, આથી હવે ટ્રાફિક વિભાગે અમુક નિયમ નક્કી કર્યા છે. જે નીચે મુજબ આપેલ છે:

 1. રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે
 2. રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે
 3. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો
 4. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે
 5. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો
 6. વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો
 7. શહેરમાં 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે
 8. ગતિ મર્યાદા નહીં હોય તો
 9. રોડ પર આડેધડ પાર્કિંગ
 10. નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહન
 11. ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય
 12. બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો
 13. શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો
 14. રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો
 15. સ્ટોપ લાઈટ ક્રોસ કરનાર
 16. સ્ટોપ લાઈન (ઝીબ્રા ક્રોસિંગ) ક્રોસ કરનાર

ઉપરના નિયમ જણાવ્યા મુજબ તમે ભંગ કરશો તો ઇ-મેમો ઘરે આવશે.

ટ્રાફિક નિયમ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment