ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની રીત છે એકદમ સરળ, જાણો શું કરવું પડશે

દેશમાં ATMના માધ્યમથી પૈસા ઉપાડવાનું વધી ગયું છે. અત્યારે લોકો નાના મોટા કામમાં ATMમાંથી ડેબિટ કાર્ડ થી કે ક્રેડીટ કાર્ડ વડે પૈસા ઉપાડે છે. પરંતુ ક્યારેક ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા હોય કે પછી ડેબિટ કાર્ડની ચીપમાં કોઇ ખામી સર્જાઈ હોય તો પૈસા ઉપાડવા મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં પણ તમે પૈસા ઉપાડી શકો છો. તમે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના ઓટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી રોકડ ઉપાડી શકો છો. હાલમાં તમે UPI સુવિધાનો ઉપયોગ કરીને ATM માંથી સરળતાથી પૈસા ઉપાડી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને તમામ ATM નેટવર્કમાં કાર્ડલેસ ઉપાડની શરૂઆત કરી છે.

ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા કઇ રીતે ઉપાડવા?

 1. કોઈપણ ATM ની મુલાકાત લો અને રોકડ ઉપાડનો વિકલ્પ પસંદ કરો.
 2. ATM મશીનની સ્ક્રીન પર, UPI વિકલ્પ પસંદ કરો.
 3. તમને ATM સ્ક્રીન પર QR કોડ દેખાશે.
 4. તમારા ફોન પર કોઈપણ UPI એપ ખોલો અને QR સ્કેનર કોડને ચાલુ કરો.
 5. કોડ સ્કેન કર્યા પછી, તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો.
 6. પ્રોસીડ પર ક્લિક કરો અને પૈસા ઉપાડવા માટે UPI PIN દાખલ કરો.
 7. બસ! તમે દાખલ કરેલી રકમ મુજબ ATMમાંથી પૈસા નીકળશે.

SBIના ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા કઈ રીતે ઉપાડવા?

 1. પહેલા તમારા ફોનમાં રહેલી YONO SBI એપમાં લોગ ઈન કરો અને YONO કેશ ડિપોઝીટ વિકલ્પ પર ક્લિક કરો.
 2. ત્યારબાદ YONO કેશમાં ATM સેક્શનને ક્લિક કરો.
 3. હવે તમારે જેટલી રકમ ઉપાડવાની છે તે નાખીને 6 આંકડાનો PIN બનાવો.
 4. તમારા ફોનમાં YONO કેશ ટ્રાન્જેક્શન નંબર આવશે.
 5. હવે નજીકના SBI ATMમાં જઈને YONO કેશ વિકલ્પ પર ક્લિક કરો.
 6. ત્યારબાદ ટ્રાન્જેક્શન નંબર અને 6 ડિજિટનો PIN નંબર નાખો.
 7. હવે તમે મોબાઈલ એપમાં દાખલ કરેલી રકમ મુજબ ATMમાંથી પૈસા નીકળશે.

ICICIના ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા કઈ રીતે ઉપાડવા?

ICICI બેંકના ATM પર આ સ્ટેપ્સ અનુસરો;

હવે તમારે પહેલા ICICI બેંકના ATMમાં જવું પડશે. જ્યાં તમારે ‘Cardless Cash Withdrawal પર ક્લિક કરીને આ માહિતી ભરવાની રહેશે.

 • Registered Mobile Number
 • Temporary 4-Digit Code
 • 6-Digit Code
 • Exact withdrawal amount

આ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment