ગુજરાત રાજ્યના દિવ્યાંગો માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિ તેમના લગ્ન માટે સહાય મેળવી શકે છે. આ યોજનાથી લગ્નના ખર્ચમાં 50% કે તેથી વધુ બચત થઈ શકે છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના દ્વારા સરળ રીતે દિવ્યાંગ વ્યક્તિ પોતાના લગ્ન કરી શકે છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના શું છે ?
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ દિવ્યાંગ વ્યક્તિઓ ને અલગ-અલગ દર મુજબ સહાય મળવાપાત્ર છે. આ યોજના થકી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે ₹ 50,000/- + ₹ 50,000/- મળીને કુલ ₹ 1,00,000/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે ₹ 50,000/- ની સહાય આપવામાં આવે છે.
દિવ્યાંગ લગ્ન સહાય માટે પાત્રતાના માપદંડ શું છે?
દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે પાત્રતાના માપદંડ નીચે મુજબ આપેલ છે.
- છોકરીની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
- આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક દંપતી દીઠ) મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ નીચે ટેબલમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
દિવ્યાંગ લગ્ન સહાયમાં કેટલો લાભ મળશે ?
આ યોજના હેઠળ નીચે ટેબલમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
ક્રમ નં | દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
1 | અંધત્વ | ૪૦ ટકા કે તેથી વધુ |
2 | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૪૦ ટકા કે તેથી વધુ |
3 | સાંભળવાની ક્ષતિ | ૭૧ થી ૧૦૦ ટકા |
4 | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
5 | સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૫૦ ટકા કે તેથી વધુ |
6 | ઓછી દ્રષ્ટી | ૪૦ ટકા કે તેથી વધુ |
7 | ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૫૦ ટકા કે તેથી વધુ |
8 | બૌધ્ધિક અસમર્થતા | ૫૦ ટકા કે તેથી વધુ |
9 | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૫૦ ટકા કે તેથી વધુ |
10 | રકતપિત-સાજા થયેલા | ૪૦ ટકા કે તેથી વધુ |
11 | દીર્ધ કાલીન અનેમિયા | ૫૦ ટકા કે તેથી વધુ |
12 | એસીડના હુમલાનો ભોગ બનેલા | ૪૦ ટકા કે તેથી વધુ |
13 | હલન ચલન સથેની અશકતતા | ૪૦ ટકા કે તેથી વધુ |
14 | સેરેબલપાલ્સી | ૪૦ ટકા કે તેથી વધુ |
15 | વામનતા | ૪૦ ટકા કે તેથી વધુ |
16 | માનસિક બિમાર | ૫૦ ટકા કે તેથી વધુ |
17 | ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા | ૪૦ ટકા કે તેથી વધુ |
18 | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
19 | વાણી અને ભાષાની અશકતતા | ૫૦ ટકા કે તેથી વધુ |
20 | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
21 | બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૫૦ ટકા કે તેથી વધુ |
દિવ્યાંગ લગ્ન સહાય માટે ઉપયોગી ડોક્યુમેન્ટ
આ લગ્ન સહાય યોજનામાં ઉપયોગી ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ આપેલ છે
- કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
- લગ્ન કંકોત્રી
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટેનું ફોર્મ
આ દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટેનું ફોર્મ તમે esamajkalyan Gujarat ની સારવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.
અમે આશા રાખીએ છીએ કે, આ આર્ટીકલમાં આપેલ દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશેની માહિતી તમને ઉપયોગી બની હશે. આ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો, અમે જલ્દીથી તમારા પ્રશ્નનો જવાબ આપીશું.