સમરસ હોસ્ટેલ યોજના 2024, એડમીશન ફોર્મ શરુ, અહીંથી ફોર્મ ભરો

સમરસ હોસ્ટેલ યોજના 2024 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૪-૨૫નાં શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય, ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા:૨૭/૦૫/૨૦૨૪ (સવારે ૧૧:૦૦ કલાક) થી તા:૨૦/૦૬/૨૦૨૪ (રાત્રે ૧૧:૫૯ કલાક) સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

સમરસ હોસ્ટેલ યોજના 2024

સંસ્થાનું નામ ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
યોજનાનું નામ સમરસ હોસ્ટેલ યોજના
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ samras.gujarat.gov.in
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો
 • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
 • (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
 • સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI-Semester Performance Index) ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ-૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહેશે.
 • નોંધ : સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે

સમરસ હોસ્ટેલ યોજના ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 • ફોટો/સહી
 • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
 • બેન્ક પાસબુક
 • છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
 • જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
 • આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
 • આધારકાર્ડની નકલ
 • જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
 • જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
 • જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
 • જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજી ની નકલ, ચારિત્ર્ય સર્ટીફિકેટ, મિડીકલ ફિટનેશ પ્રમાણપત્ર અને વાલીનું બાહેધરી પત્રક રજુ કરવાનુ રહેશે.
 • અરજી એકવાર સબમિટ કરયા પછી તેમા સુધારા-વધારા કરી શકાશે નહી.

નિતી -નિયમો

 1. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
 2. અધુરી અરજી રદ ગણવામાં આવશે.
 3. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.

સમરસ હોસ્ટેલ યોજના લીસ્ટ

 • સમરસ હોસ્ટેલ અમદાવાદ
 • સમરસ હોસ્ટેલ આણંદ
 • સમરસ હોસ્ટેલ ભાવનગર
 • સમરસ હોસ્ટેલ ભુજ
 • સમરસ હોસ્ટેલ હિંમતનગર
 • સમરસ હોસ્ટેલ જામનગર
 • સમરસ હોસ્ટેલ પાટણ
 • સમરસ હોસ્ટેલ રાજકોટ
 • સમરસ હોસ્ટેલ સુરત
 • સમરસ હોસ્ટેલ વડોદરા
 • સમરસ હોસ્ટેલ ગાંધીનગર

સમરસ હોસ્ટેલ યોજના : મહત્વની તારીખ

 • શરુ તારીખ: 27-05-2024 (11:00)
 • છેલ્લી તારીખ: 20-06-2024 (23:59)

હેલ્પ લાઇન નંબર

 • સમરસ હોસ્ટેલ યોજનામાં મદદ મેળવવા હેલ્પ લાઇન નંબર માટે : અહી ક્લિક કરો

સમરસ હોસ્ટેલ યોજના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

સમરસ હોસ્ટેલ યોજના ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો.

 1. સૌથી પહેલાં તમે, samras.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
 2. ત્યાં વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 3. પછી; User ID, Password અને Captcha Code દાખલ કરીને Login કરો.
 4. હવે તમારે, વ્યક્તિગત માહિતી, અરજીની વિગતો, ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના અને એકરાર ની સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે.
 5. બસ! Submit કરો એટલે તમારું ફોર્મ સફળાપૂર્વક ભરાઈ જશે. છેલ્લે ફોર્મ પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે.

સમરસ હોસ્ટેલ યોજના : મહત્વની લિંક

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
નોંધણી કરવા માટે અહી ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે : અહી ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

Leave a Comment