કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?, કન્ફર્મેશન નંબર, રજીસ્ટ્રેશન નંબર, રોલ નંબર પણ આ રીતે મેળવો

ગુજરાત સરકાર દ્વારા આવતી તમામ સરકારી ભરતીઓની પરીક્ષા આપવા માટે કોલ લેટર ફરજીયાત જોઈએ છે. ઘણા ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા વિશે કોઈ માહિતી હોતી નથી. કેટલાક ઉમેદવારોને આ એક જ પ્રશ્ન છે કે કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવો અને કેવી રીતે કરવો? બસ, હવે ચિંતા કરવાની જરૂર નથી અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું કે, કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયો હોય તો કેવી રીતે મેળવવો, OTP વગર કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો, રોલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે જાણવો. તે સંપૂણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું.

Call Letter ડાઉનલોડ કેવી રીતે કરી શકાય?

તમારો Call Letter ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. ત્યાર બાદ, Select Job માથી જાહેરાત પસંદ કરો.
  3. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
  4. Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
  5. Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
  6. Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

કન્ફર્મેશન નંબર કેવી રીતે જાણવો?

તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. પછી, જાહેરાત નંબર એન્ટર કરો.
  3. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
  4. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  5. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

OTP વગર કન્ફર્મેશન નંબર કેવી રીતે જાણવો?

તમારો કન્ફર્મેશન નંબર OTP વગર જાણવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. જાહેરાત નંબર એન્ટર કરો.
  3. અરજદારનું નામ અને અટક દાખલ કરો
  4. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ દાખલ કરો
  5. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  6. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

રોલ નંબર કેવી રીતે જાણવો?

તમારો રોલ નંબર જાણવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. જાહેરાત નંબર એન્ટર કરો.
  3. તમારો (અરજી નંબર અથવા કન્ફર્મેશન નંબર) અને જ્ન્મતારીખ નાખો.
  4. Get ROLLNO બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો રોલ નંબર મળશે.

રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે જાણવો?

તમારો રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલા, તમે ઓજસ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. તમારો Mobile Number એન્ટર કરો.
  3. તમારી જ્ન્મતારીખ નાખો.
  4. Get Reg.NO બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો રજીસ્ટ્રેશન નંબર મળશે.

હેલ્પલાઇન નંબર : 1800 233 5500 સમય – ૦૯:૩૦ થી ૧૮:૧૦

આપેલ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.

10 thoughts on “કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?, કન્ફર્મેશન નંબર, રજીસ્ટ્રેશન નંબર, રોલ નંબર પણ આ રીતે મેળવો”

    • સર્વર ડાઉન હોવાના કારણે, હાલ ડાઉનલોડ થસે try કરી જુવો

      Reply

Leave a Comment