ગુજરાત સરકાર લાવી છે ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય યોજના. આ યોજનામાં સ્માર્ટ ફોન ખરીદવા પર ખેડૂતોને મળશે સ્માર્ટ ફોનની કિંમતના 40 % અથવા Rs. 6000/- સુધીની સહાય. સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે. આ યોજનાની Ikhedut પોર્ટલ પર તારીખ 15/10/2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ખેડૂતને સ્માર્ટ ફોન ખરીદીમાં સહાય યોજના
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ ફોન ખરીદવા પર ખેડૂતોને મળશે સ્માર્ટ ફોનની કિંમતના 40 % અથવા Rs. 6000/- સુધીની સહાય, આ સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા થશે.
સ્માર્ટ ફોનથી ખેડૂતને મળતી સગવડો
- હવામાન ખાતાની આગાહી
- વરસાદની આગાહી
- સંભવિત રોગ જીવાતના ઉપદ્રવની માહિતી
- જીવાત નિયંત્રણની માહિતી
- કૃષિ વિષયક પ્રકાશનો
- કૃષિ તકનીક વિશેની માહિતી
- સરકારી યોજનાઓની માહિતી અને તેની અરજી
સ્માર્ટ ફોન સહાય યોજનામાં ખેડૂતે રજૂ કરવાના દસ્તાવેજો
- જીએસટી નંબરવાળું સ્માર્ટ ફોન બિલ
- મોબાઈલનો આઇએમઇઆઇ નંબર
- ૮ અ ની નકલ
- કેન્સલ ચેક અને આધાર કાર્ડ
સ્માર્ટ ફોન સહાય યોજનાનો લાભ કોને મળશે?
સ્માર્ટ ફોન સહાય યોજનાનો લાભ મેળવવાં જરૂરી પત્રતા નીચે મુજબ ધરવતા હોવા જોઈએ.
- જમીન ધારણ કરતા તમામ ખેડુતોને ખાતાદીઠ મળવાપાત્ર
- અરજી આઈ ખેડૂત પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે
- એક કરતાં વધુ ખાતા ધરાવતા ખેડૂતને એક જ ખાતા પર સહાય મળશે
- રાજ્યમાં એક લાખ અરજીઓને વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપવામાં આવશે
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મેળવવાં ફોર્મ કેવી રીતે ભરવું?
સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મેળવવાંનું ફોર્મ ભરવા નીચે મુજબ સ્ટેપ અનુસરો
- સૌથી પહેલા તમે “I-ખેડૂત પોર્ટલ” પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- પછી તમે “યોજનાઓ” પર ક્લિક કરો
- ત્યાર બાદ તમે “ખેતીવાડી ની યોજનાઓ” આગળ ક્લિક કરો
- હવે, 2 નંબર પર ” સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” દેખાશે ત્યાં “અરજી કરો” પર ક્લિક કરો.
- બસ, આટલુ કરીને આગળ વધુ માહિતી ભરો અને ફોર્મ Submit કરો.
સ્માર્ટ ફોન સહાય યોજના માટે અગત્યની તારીખ
- ફોર્મ શરુ થવાની તારીખ : 16/09/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 15/10/2023
સ્માર્ટ ફોન સહાય યોજના માટે અગત્યની લિંક
- ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
- વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
- હેલ્પ લાઈન નંબર માટે : અહીં ક્લિક કરો
આ યોજના વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું.
Hii
Mare fon levano cho
આ યોજના મુજબ તમે જરૂરી પાત્રતા પ્રમાણે ફોન ખરીદી શકો છો
Farmer
Thank you for yojna
Mane phone levano che
Mare 1plus levano che
Maren pan phone levo che