Ayodhya Ram Mandir Flight Ticket: આખો દેશ અત્યારે શ્રીરામના આગમનમાં જુમી રહ્યો છે. ચારે તરફ અયોધ્યામાં ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠાના આનંદ ઉત્સાહ ચાલી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે આ ઉત્સવને ઉજવી રહ્યા છે. આ બધાની વચ્ચે એરલાઇન્સ કંપની Spicejet દ્વારા એક ખુબ જ આનંદદાયી જાહેરાત કરવામાં આવી છે.
Spicejet દ્વારા કરવામાં આવેલ જાહેરાત જાણીને તમે પણ ખુશ થઈ જશો. Spicejet આયોધ્યા જવા માટે માત્ર ₹1622 માં પ્લેન ટીકીટ આપવાની જાહેરાત કરી છે. આવો વિગતે જાણીએ આ જાહેરાત વિશે.
Spicejet Ayodhya Plane Ticket
જે લોકો અયોધ્યા જઈ રામ ભગવાનના સાક્ષાત દર્શન કરવા માંગે છે, તે લોકો હવે પ્લેન દ્વારા માત્ર ₹1622 માં અયોધ્યા જઈ શકશે. Spicejet એરલાઇન્સ દ્વારા 22 થી 28 જાન્યુઆરી સુધી એક ખાસ ઓફર આપવામાં આવી રહી છે. આ સમય દરમિયાન યાત્રીઓ બુકિંગ કરી આ ઓફરનો લાભ મેળવી શકે છે.
Spicejet ની અયોધ્યા માટેની ખાસ ઓફર
બુકિંગ સમયગાળો: 22 જાન્યુઆરી – 28 જાન્યુઆરી, 2024
મુસાફરીનો સમયગાળો: 22 જાન્યુઆરી – 30 સપ્ટેમ્બર, 2024
આ ઓફર અંગેની કેટલીક મહત્વની બાબતો નીચે મુજબ છે:
- સેલ ઑફર માત્ર પસંદગીની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય, સીધી વન-વે ફ્લાઇટ્સ પર ઉપલબ્ધ છે.
- મર્યાદિત સીટો હોવાને કારણે આ ઓફર પહેલા તે વહેલાના ધોરણે ઉપલબ્ધ છે.
- આ ઓફર ગ્રુપ બુકિંગ પર લાગુ થશે નહીં.
- બુકિંગ કેન્સલ થવા પર, ચાર્જીસ સાથે પૈસા પરત કરવામાં આવશે.
- આ ઓફરને અન્ય કોઈપણ ઓફર સાથે જોડી શકાતી નથી.
- તમે તમારી મુસાફરીની તારીખ પણ મફતમાં બદલી શકો છો.
- મનપસંદ સીટ બુકિંગ અને ભોજન એડઓન્સ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, આ માટે તમારે સ્પાઈસજેટની મોબાઈલ એપ દ્વારા બુકિંગ કરાવવું પડશે.
આ ઓફર માટેની વધુ માહિતી માટે તમે સ્પાઇસજેટની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.