હાલના સમયમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે લોકોને જમવા થી લઈને દવાખાનાની સારવાર સુધીના ખર્ચાઓને પહોંચી વળવા મુશ્કેલ થઈ ગયા છે, આવી સ્થિતિમાં ગરીબો માટે સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના હેઠળ સરકાર આયુષ્માન કાર્ડ ધારકને રાજ્ય અને કેન્દ્રની પસંદગીની હોસ્પિટલોમાં 1 વર્ષમાં 10 લાખ સુધીની સારવાર માટે સહાય આપવામાં આવશે.
આયુષ્માન કાર્ડ શું છે?
આ યોજના રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવાર ને સારવાર માટે સરકાર સહાય આપશે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે.
આયુષ્માન કાર્ડ કઇ રીતે અને ક્યાંથી મેળવવું?
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નીચે જણાવેલ બાબતો ધ્યાન પૂર્વક અનુસરો:
- કૌટુંબિક સંયુક્ત ID સાથે એક ID પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, સરકારી ID) સાથે રાખો.
- કોમન સર્વિસ સેન્ટર, પબ્લિક સર્વિસ સેન્ટર, UTI-ITSL સેન્ટરની મુલાકાત લઈને યોગ્યતા તપાસો અને આયુષ્માન કાર્ડ મેળવો.
- ઓળખાયેલ ગ્રામ રોજગાર સહાયક અને વોર્ડ ઈન્ચાર્જની મદદથી પણ આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે.
- યોજના સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં આયુષ્માન મિત્ર દ્વારા મફત કાર્ડ બનાવી શકાય છે.
- દાખલ સમયે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ બતાવો અને મફત સારવારનો લાભ લો.
આયુષ્માન કાર્ડ યાદી માં નામ કઇ રીતે ચેક કરવું?
- આયુષ્માન કાર્ડની યાદીમાં નામ ઉમેરવા માટે, સૌપ્રથમ આયુષ્માન કાર્ડની વેબસાઇટ પર જાઓ
- હોમ પેજ પર, રજિસ્ટર્ડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ પછી તમારી સામે રજિસ્ટર્ડ પોર્ટલ ખુલશે.
- પોર્ટલમાં હાજર ફોર્મમાં આધાર અને મોબાઈલ નંબર દાખલ કરીને OTPની ચકાસણી કરવી પડશે.
- તમને લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
- નોંધણી કર્યા પછી તમારે હોમ પેજ પર પાછા આવવું પડશે
- તમારે સાઇન ઇનના વિકલ્પ પર ક્લિક કરવું પડશે જ્યાં તમારે તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને વેરિફાઇ OTP ના વિકલ્પ પર ક્લિક કરો.
- તમારા બધા લાભાર્થીઓએ પોતાનો જિલ્લો, રાજ્ય અને શહેર પસંદ કરવાનું રહેશે.
- બસ! આ રીતે તમે આયુષ્માન કાર્ડ લિસ્ટમાં તમારું નામ જોઈ શકો છો.
આયુષ્માન કાર્ડ વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.
Aadhaar card ma sudharo karyo hovathi have aayush man card pan sudharo karvo chhe to te Thai sake
વધુ માહિતી માટે આ નંબર પર કોલ કરો: 14555
Shu aayushman card renewal karavu pade che 5 lakh thi 10 lakh ni sahay mate
Na