મોબાઈલ આપણી જીવન જરૂરીયાતની વસ્તુ બની ગયો છે ત્યારે મોબાઈલ સાચવવો એ મહત્વનું બની જાય છે. અત્યારે તો આપણી બધી જ કામની વસ્તુ જેવી કે ડોક્યુમેન્ટ, બેંક ખાતુ, ગુપ્ત માહિતી વગેરે બધી જ આપણા મોબાઈલમાં જ હોય છે. અને આવામાં જો આપણો મોબાઈલ ચોરી થઈ જાય કે ખોવાઈ જાય તો આપણો જીવ અધ્ધર થઈ જાય છે.
પરંતુ હવે સરકાર દ્વારા એક મોબાઈલ એપ અને વેબસાઈટ ચાલુ કરવામાં આવી છે જેના થકી ચોરી થયેલ કે ખોવાયેલ મોબાઇલને બ્લોક કરી શકાય છે.
ચોરી થયેલ મોબાઈલને કઈ રીતે બ્લોક કરવો?
ભારત સરકાર દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના દ્વારા મોબાઈલનો દુરુપયોગ થતો અટકાવી શકાય છે. આ પોર્ટલના ઉપયોગ કરીને તમે ત્રણ રીતે ચોરી થયેલ મોબાઈલને બ્લોક કરી શકો છો. જેથી તમારા અમૂલ્ય ડેટાનો કોઈ દુરુપયોગ ન કરી શકે.
1. SMS દ્વારા મોબાઈલ બ્લોક કરો
SMS દ્વારા મોબાઈલ બ્લોક કરવા માટે : KYM <15 આંકડાનો IMEI નંબર> ટાઈપ કરો અને SMS ને 14422 પર મોકલો.
2. Know Your Mobile App દ્વારા
સરકાર દ્વારા બનાવાયેલ Know Your Mobile App દ્વારા પણ મોબાઈલ વિશેની માહિતી મેળવી શકો છો. એપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
3. CEIR પોર્ટલ દ્વારા મોબાઈલ બ્લોક કરો
CEIR ના પોર્ટલ પર જઈને પણ ખોવાયેલા કે ચોરી થઈ ગયેલ મોબાઈલને બ્લોક કરવા માટે દરખાસ્ત કરી શકો છો. પોર્ટલ પર જવા માટે અહી ક્લિક કરો.
ખાસ નોંધ: તમારા મોબાઈલનો IMEI નંબર જાણવા માટે, તમારા મોબાઈલમાં *06# ડાયલ કરો.
આ માહિતી અંગે કોઈ સમસ્યા હોય તો Comment માં લખીને જણાવશો.